BREAKING NEWS

લ્યો બોલો...! જામનગરના કબ્રસ્તાનમાં વૃક્ષ છેદન કરી લાકડાની ચોરી

  • November 04, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લ્યો બોલો...! જામનગરના કબ્રસ્તાનમાં વૃક્ષ છેદન કરી લાકડાની ચોરી

​​​​​​​
જામનગરમાં આવેલ ઉંમરજુંડ કબ્રસ્તાન જે ચાર મુસ્લીમ જમાતની મૈયતની દફનર્વાધી માટે છે (અરબ જમાત, સીદી જમાત, પટણી જમાત અને ગુજરાતી જમાત) અને તે ઘટટોપ વૃક્ષોથી ઘેરાયેલો છે તે તેની ઓળખ છે.

હાલ થોડા દિવસ પહેલા અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર અને કોઇની પરવાનગી વગર વૃક્ષોનું છેદન કરેલ અને તેના લાકડા લઇ ગયેલ છે. વૃક્ષો પર્યાવરણના મિત્ર કહેવાય અને ઓકિસજનનો સ્ત્રોત છે. 

આરબ, સીદી, ગુજરાતી, આ જમાતોએ વનવિભાગ મામલતદાર તથા મ્યુ. કમિશનર જામનગરને લેખિતમાં ફરિયાદ કરેલ છે તથા તેની નકલ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર, ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગર મોકલેલ છે.
​​​​​​​

ગેરકાયદે વૃક્ષ છેદન કરવાવાળા તથા તેના લાકડાઓ ઉઠાંતરી કરવાવાળા ઇસમો વિ‚દ્ધ કાયદેસરની કાર્યવાહી તથા કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા દુષ્કૃત્ય કરવામાં સૌ લોકો વિચાર કરે એવી અરબ જમાત, સીદી જમાત, ગુજરાતી જમાતે માંગ કરેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application