BREAKING NEWS

જામનગર  :  જુના મનદુ:ખનો ખાર રાખીને ભાટિયાના યુવાનને મારી નાખવાની ધમકી

  • April 23, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  જુના મનદુ:ખનો ખાર રાખીને ભાટિયાના યુવાનને મારી નાખવાની ધમકી


​​​​​​​કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રકાશભાઈ હમીરભાઈ ભાંભી નામના ૩૦ વર્ષના યુવાનને તાજેતરમાં આંબેડકર જયંતીની શોભાયાત્રા દરમિયાન બોલાચાલી અને ઝઘડો થયો હોય.


જેથી ફરિયાદી પ્રકાશભાઈ તથા તેમના પિતા હમીરભાઈ ભાંભી આરોપી મહેશ રામાભાઈ બથવાર (રહે. ફટાણા, તા. પોરબંદર)ને સમજાવવા જતાં આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપી મહેશ બથવારએ ધોકા સાથે પ્રકાશભાઈના ઘરે જઈ અને અહીં ફરિયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો કાઢી અને મકાનની બારીમાં કાચ તોડી નાખીને નુકસાની કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application