BREAKING NEWS

દેવભુમી દ્વારકા જીલ્લાના ૩ શખ્સો પાસાના પાંજરે પુરાયા

  • October 24, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

દેવભુમી દ્વારકા જીલ્લાના ૩ શખ્સો પાસાના પાંજરે પુરાયા


દેવભુમી દ્વારકા જિલ્લાના ૩ શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને નડીયાદ, ભાવનગર અને મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી એલસીબી દ્વારા કરવામાં આવી હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ કાયદો વ્યવસ્થા સુદઢ બનાવવા અસામાજીક તત્વો, માથાભો બુટલેગરો તથા જુગારનો અખાડો ચલાવનાર ઇસમો વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસાર મદદનીશ ઇન્ચાર્જ પીઆઇ પ્રખરકુમાર, નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ, એલસીબી ઇન્ચાર્જ પીાઇ એન.એચ. જોશીને સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પીએસઆઇ દેવમુરારીએ જિલ્લાના ગુનેગારોને ગુનાહીત ઇતિહાસ એકત્ર કરી ખંભાળીયાના જુની મામલતદાર કચેરી પાસે રહેતા નારણ નાથા ભોજાણી, મોજપ વાડી વિસ્તારમાં રહેતા મહિપત ઉર્ફે કાયડી રણમલભા કેર અને માળી વાડી વિસ્તારના રાણા દેવા જામ આ ત્રણેયની વિધિવત રીતે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવેલ.
​​​​​​​

જેથી દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર રાજેશ તન્ના દ્વારા ત્રણેય ઇસમોની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરન્ટ ઇસ્યુ કરતા સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ઇસમોને રાઉન્ડઅપ કરી પાસા એકટ ૧૯૮૫ હેઠળ વોરન્ટની બજવણી કરી અલગ અલગ જેલ જેમાં નારણને નડીયાદ, મહિપતને ભાવનગર અને રાણા જામને મહેસાણા જીલ્લા જેલ ખાતે મોકલી આપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application