આટકોટના મોટા દડવા અને મોટા માંડવા વચ્ચે કાર પૂલ નીચે ખાબકયા બાદ આગ ભભૂકી ઉઠતા સર્જાયેલ અકસ્માતના ત્રણ મૃતકો છોટાઉદેપુરના બે શિક્ષિકા અને એક શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. સીસીટીવી મુજબ કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હતી.
કારની નંબરપ્લેટ જોવા મળી ન હતી
આ ગંભીર અકસ્માતમાં પૂલ નીચે પટકાયેલી કાર અગનગોળો બની જતા તેની નંબરપ્લેટ જોવા મળી ન હતી, જેથી મૃતકોની ઓળખ મેળવવી અઘરી બની ગઇ હતી. દરમિયાન પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા મૃતદેહોની ઓળખ મેળવવામાં માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ એફએસએલ કરવા માટે મૃતદેહોને ખસેડાયા
જેમાં જાણવા મળ્યું હતું કે, છોટાઉદેપુરના શિક્ષક બારૈયા પ્રયાગકુમાર ગણપતભાઈ, ચૌધરી આશાબેન અને ચૌધરી નિતાબેનનો સમાવેશ થાય છે. મૃત જેઓ આશાબેન ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. જેની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે ગોંડલ આવી રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ હતી. જસદણ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જયાંથી રાજકોટ એફએસએલ કરવા માટે મૃતદેહોને ખસેડાયા હતાં.