ખેડૂત મિત્રો માટે ખાસ સલાહ : મગફળીના પલળેલા પાથરા સુકવવા, સુકાયા બાદ મગફળી કાઢવી જોઇએ
જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડો. કે. પી. બારૈયાના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમૌસમી વરસાદથી ખેડૂતના ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયેલ હોઈ, જેને ખરાર થયા બાદ ફેરવવા જોઇએ. જે સંપૂર્ણ સુકાયા બાદ મગફળી થ્રેસર દ્વારા અલગ કરવી જોઇએ. અન્યથા ઉગી જવાની પણ સંભાવના રહે.
આ ઉપરાંત આ મગફળી થ્રેસરમાં કાઢ્યા બાદ પણ તેમને થોડો સમય ભેજ સુકાય ત્યાં સુધી સુકારીને પછી જ સંગ્રહ કે વેચાણ કરવા જરૂરી છે. અન્યથા મગફળીને કાઢી લીધા બાદ પણ તે કાળી પડી જવાની શકયતા રહે છે.
વધુમાં જણાવવાનું કે અગામી શિયાળુ પાકોના વાવેતર કરવા ઈચ્છતા ખેડૂતોને જમીન બરાબર સુકાયા બાદ, ફૂગનાશક અથવા ટ્રાઇકોડરમાં વડે બીજ માવજત આપીને નવા પાકની વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.