BREAKING NEWS

દ્વારકા: ભાટીયા-ભોગાત હાઇવે રોડ પરથી ગેરકાયદેસર બેલા ભરેલું ટ્રેક્ટર ઝડપાયુ

  • August 03, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાટીયા-ભોગાત હાઇવે રોડ પરથી ગેરકાયદેસર બેલા ભરેલું ટ્રેક્ટર ઝડપાયુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ખનીજચોરી વિરુદ્ધ કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે બેલા (સફેદ પથ્થર) ભરીને જતું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અટકાયતી અને ખનીજચોરીની પ્રવૃત્તિઓ રોકવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
​​​​​​​
પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.વી. લુણાને બાતમી મળી હતી કે ભોગાત ગામથી ભાટીયા તરફ આવતા રસ્તા પર આવળ માતાજીના મંદિર પાસે એક ઇસમ રોયલ્ટી, પાસ-પરમિટ કે આધાર વગર ટ્રેક્ટરની ટ્રોલીમાં બિનઅધિકૃત રીતે બેલાનું વહન કરી રહ્યો છે. બાતમીના આધારે કલ્યાણપુર પોલીસે વોચ ગોઠવી ટ્રેક્ટર નંબર જીજે-૦૯-બીસી-૫૨૭૨ અને ટ્રોલી નંબર જીજે-૩૨-ટી-૨૯૩૧ સાથે ભોગાત ગામના ૧૯ વર્ષીય ચાલક શ્યામભાઈ સવદાસભાઈ કરમુરને ઝડપી લીધો હતો. આ અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application