નયારા એનર્જી દ્વારા નવીનીકરણ કરાયેલી બે ગૌશાળાને ખુલ્લી મુકાઈ
નયારા એનર્જી દ્વારા નવીનીકરણ કરાયેલી બે ગૌશાળાને ખુલ્લી મુકાઈ
November 16, 2026 12:22 PM
નયારા એનર્જી દ્વારા નવીનીકરણ કરાયેલી બે ગૌશાળાને ખુલ્લી મુકાઈ
આંતરરાષ્ટ્રીય સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા વાડીનાર રિફાઇનરી નજીકના ગામોમાં અનેકવિધ સામાજિક સેવાઓ અવિરતપણે કરવામાં આવી રહી છે.
તાજેતરમાં વડાલિયા સિંહણ ગામમાં શ્રી વચ્છરાજ ગૌ સેવા સમિતિ અને દાંતા ગામમાં શ્રી દાંતા ગૌ સેવા સમિતિ સંચાલિત ગૌશાળાનું નવીનીકરણ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કરવામાં આવ્યું હતું. બંને ગૌશાળામાં પશુધન માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નવીનીકરણ બાદ બંને ગામમાં સરપંચ, અગ્રણીઓની હાજરીમાં ગૌશાળાને ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
ગૌશાળાના નવીનીકરણના કાર્યનો ઉદ્દેશ્ય પશુધન આશ્રય માળખાને મજબૂત બનાવવા, સ્વચ્છતા અને પશુ કલ્યાણમાં સુધારો કરવા અને સમુદાય-માલિકીની અને ટકાઉ પશુધન વ્યવસ્થાપન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાનો છે.