જામનગરમાં વેપારી પાસેથી નાણા પડાવવા ધમકી દેનાર ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા
જામનગરમાં વેપારી પાસેથી નાણા પડાવવા માટે મનીલોન્ડરીંગ અને ઇડીના કેસમાં ફસાવવાની ધમકી આપતી સિન્ડીકેટ ગેંગના વધુ બે આરોપીઓને અમદાવાદ ખાતેથી જામનગર સાયબર ક્રાઇમની ટુકડીએ પકડી લીધા છે.
સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુ થી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ એ. ઘાસુરા દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી.
જામનગરના ઇવા પાર્ક વિસ્તારના રહેતા ચેતનભાઇ કપુરીયા નામના વેપારી કે જેઓનો મહારાષ્ટ્ર બેંકમાં ખાતું છે અને તે ખાતામાં ૧.૪૪ કરોડ જેવી મતદાર રકમ થયેલી છે ઉપરોક્ત થતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રકમ યેનકેન પ્રકારે ટ્રાન્સફર કરાવી જામનગરના દર્શિત કિશોરભાઈ કાગદડા દ્વારા તેણે જુદા જુદા મોબાઈલ નંબર મારફતે કોલિંગના માધ્યમથી ચેતનભાઈ કપુરીયાનો સંપર્ક કર્યો હતો અને તેઓનો બેંક ખાતુ રિલીઝ કરાવવા માટે અલગ અલગ આપ્યા હતા પરંતુ વેપારીને આ બાબતે શંકા જતા તેણે ના પાડવાથી દર્શિત કાગદડા દ્વારા સીબીઆઇના નામથી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું જેથી કરીને પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ચેતનભાઇ કપુરીયાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ કામેના આરોપીએ તેના મળતીયાઓ સાથે મળી ફરીયાદીનું પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનુ એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજી ના કામે ફ્રીઝ થયેલ હોય. અને તે એકાઉન્ટમા ફરીયાદીના ધંધીકિય લેવડ દેવડના આશરે રૂપિયા ૧,૪૪,૦૦,૦૦૦ જમા હોય