જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ક્રેટા કારની ટક્કરે બે યુવકોના કરુણ મોત: મૃત બળદના શવને લઈ જતી વખતે બની દુર્ઘટના
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારથી સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, PI એન. બી. ચૌહાણ પોતાની ખાનગી ક્રેટા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે વસંતપૂર પાટિયા નજીક બે યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. મૃત બળદના શવને લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી.
બે યુવકોના ઘટનાસ્થળે મોત, મહંત ઇજાગ્રસ્ત મળતી માહિતી મૂજબ જામજોધપુર નજીક વસંતપૂર પાટિયા એક મૃત બળદના શવને લઈ જવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું અને બળદના શવને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી સમયે PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારે ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી હતી.
PI એન. બી. ચૌહાણ પોતે જ આ કાર ચલાવી રહ્યાં હતા. આ ટક્કરમાં જમવાડીનો 30 વર્ષીય રોનક ખાંટ નામનો યુવક અને લૂધા ગઢવી નામના જામજોધોપુર યુવકના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે રામદાસ ગોંડલીયા નામના એક વૃદ્ધ મહંત ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ PI એન. બી. ચૌહાણ પોતે આ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલ લઈ ગયા હતા.PI એન. બી. ચૌહાણ પોતાની ફરજ પરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હાલ હાજર છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application