જામનગર: દિવ્યાંગ નવનિર્માણ ચેરી. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બહેનો માટે રાજયકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વિજેતા બહેનોને પુરસ્કાર આપી સન્માનીત કરાયા
દિવ્યાંગ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર સંચાલીત ન્યુ અંધજન માનવ સેવા કેન્દ્ર દ્વારા ગત શનિ-રવિ એમ બે દિવસ પ્રજ્ઞાચક્ષુ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, સાથો સાથ પ્રજ્ઞાચક્ષુ દંપતીઓને દાતાઓ દ્વારા રાશનકીટ પણ અર્પણ કરવામાં આવી હતી.
જામનગરના કિશાન ચોક વિસ્તારમાં આવેલ સંત કબિર આશ્રમ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રાજયકક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી, જેમાં લોકગીત, બ્રેઇલ વાંચન, ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઇ હતી જેમાં પ્રથમ ૩ વિજેતાઓને એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા. સાથો સાથ સ્પર્ધામાં જોડાનાર તમામ બહેનોને કીપેડ ફોન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ જતીન ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદના મગનભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો, તેમના હસ્તે ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય મહેમાનોમાં શાંતીલાલ વાઘેલા, ચેતનભાઇ કાલરીયા, પ્રકાશભાઇ ચાવડા, દયાળજીભાઇ ધારવીયા, હેમાંગભાઇ આહીર, મનુભાઇ, કલ્પેશભાઇ મોઢા, વિનુભાઇ મહેતા, પિયુષભાઇ પુંજાણી સહિતના ઉપસ્થીત રહયા હતા.
ચેસ ટુર્નામેન્ટમાં સરીતાબેન ડીંડોળ, શીતલબેન રાજપુત, શર્મીલાબેન કાછડીયા તથા લોકગીત સ્પર્ધામાં પાયલબેન શર્મા, હેતલબેન ગોહિલ, રીશીતાબેન ચાવડા, બ્રેઇલ વાંચન સ્પર્ધામાં નેહલબેન દેસાઇ, મંજુલાબેન ટુકડીયા તથા હેતલભાઇ મારૂ સહિતનાનો પ્રથમ ૩માં વિજેતા થયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના પ્રમુખ કમલેશભાઇ હરવરા, ઉપપ્રમુખ નવિનચંદ્ર પુંજાણી, મંત્રી ભરતભાઇ આહિર, ટ્રસ્ટી કમલેશભાઇ બગડા, રાજેશભાઇ હરવરાના માર્ગદર્શન હેઠળ યોજાયુ હતું.