ગોંડલના ગુંદાળા ગામે જે ફળિયામાં દીકરીથી અઠવાડિયા પછી ડોલી ઉઠવાની હતી એ પહેલા પિતાની અર્થી ઉઠતા પરિવારમાં અશ્રુઓનો સાગર વહ્યો હતો. દીકરીના લની કંકોતરી આપવા જઈ રહેલા પ્રૌઢની બાઇકને સરધારના ચિત્રાવાવ નજીક અજાણ્યા વાહને ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
પ્રા વિગત મુજબ ગુંદાળા ગામે રહેતાં લઘરાભાઇ કેશુભાઇ ડાભી (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ ગત તા. ૨૪મીના બપોરના સમયે બાઇક લઇ સર સરધાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચિત્રાવાવ ગામ નજીક ટાટા ૪૦૭ જેવા અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા પ્રૌઢ રસ્તામાં ફંગોળાઈ પડા હતા.
માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ગઈકાલે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને હાન કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
મૃતક રિક્ષા હંકારી પરીવારનું ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. દિકરીના આવતી ૫ તારીખે લ હોવાથી શનિવારે મોટરસાઇકલ લઇ સર ગામે ભાણેજને કંકોત્રી આપવા જતા હતા ત્યારે અકસ્માત નડો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech