BREAKING NEWS

જામનગર : નાંદુરી ગામમાં બિમારીથી કંટાળી એસીડ પી યુવતિનો આપઘાત

  • October 16, 2025 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુર તાલુકાના ધરમપુરમાં રહેતી અને નાંદુરી ગામે માવતરે આવેલી યુવતિએ બિમારીથી કંટાળીને એસીડ પી લેતા સારવારમાં મૃત્યુ નિપજયુ છે, જયારે લાલપુરના ધરારનગરમાં રહેતા શ્રમિક યુવાન ઢાંઢર નદીના ડેમની પાળ પરથી પસાર થતી વેળાએ અકસ્માતે પગ લપશી જતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજયુ છે.


લાલપુર તાલુકાના ધરમપુર ગામે રહેતી સુધાબેન પરેશભાઇ ઉર્ફે પ્રદિપભાઇ કરમુર (ઉ.વ.૨૩) નામની યુવતિને દાઢનો દુ:ખાવો હોય, તથા માનસીક બિમાર હોય જેની સારવાર ચાલુ હતી, દરમ્યાન તેણી બિમારીના કારણે પોતાના માવતરના ઘરે નાંદુરી ગામ આવ્યા હતા.


જયાં બાથરૂમમાં પડેલ એસીડ ગત તા. ૨૨-૯-૨૫ના પી જતા તેણીને જી.જી. હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન ગઇકાલે મૃત્યુ નિપજયાનું પાલાભાઇ મારીયા દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
​​​​​​​

બીજા બનાવમાં લાલપુરના ધરારનગરમાં રહેતા વિજય હરજીભાઇ ટીમાણીયા (ઉ.વ.૩૨) નામનો યુવાન ગઇકાલે ઢાંઢર નદીના ડેમની પાળ પરથી સામા કાંઠે દુકાને જવા માટે નીકળ્યા હતા, દરમ્યાન અકસ્માતે ડેમની ધાર પર પગ લપશી જતા અંદર પાણીમાં પડી જતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજયુ હતું, આ અંગે શિલ્પાબેન વિજયભાઇ દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application