BREAKING NEWS

જામનગરમાં ગળાફાંસો ખાઇને મહિલાનો આપઘાત

  • June 05, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગળાફાંસો ખાઇને મહિલાનો આપઘાત

જામનગરના ન્યુ ઇન્દીરા કોલોનીમાં એક મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જયારે ધરારનગર વિસ્તારમાં એક યુવતિએ ગળેફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી. બંને બનાવમાં પોલીસ દ્વારા કારણ જાણવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

જામનગરના ખેતીવાડી સામે ન્યુ ઇન્દીરા કોલોની શેરી નં. ૧૪માં રહેતી હંસાબેન મનસુખભાઇ ગોહિલ (ઉ.વ.૪૩) નામની મહિલાએ ગઇકાલે પોતાના મકાને કોઇ અગમ્ય કારણસર લોખંડના પાઇપમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ છે.
​​​​​​​
આ બનાવ અંગે મનસુખ ગોવિંદભાઇ ગોહિલ દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કયા કારણસર પગલુ ભર્યુ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજા બનાવમાં જામનગરના ધરારનગર-૨, પાવરહાઉસની બાજુમાં રહેતી શાહીદા હુશેનભાઇ થૈઇમ (ઉ.વ.૨૪) નામની યુવતિએ ગઇકાલે પોતાના ઘરે કોઇ કારણસર રૂમના પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે મોસીન હુશેનભાઇ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application