જામનગર શહેરમાં વાહનની હડફેટે મહિલાનું મોત
રણજીતસાગર રોડ પર બનેલો બનાવ : અજાણ્યા વાહનચાલકની શોધખોળ
જામનગરના રણજીતસાગર રોડ, બાયપાસથી પવનચકકી મારવાડીવાસના ઢાળીયા સામેના માર્ગ પર ચાર દિવસ પહેલા કોઇ અજાણ્યા વાહનના ચાલકે વૃઘ્ધ મહિલાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવીને નાશી ગયો હતો જે બાબતે ગઇકાલે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મુળ લાલપુર તાલુકાના રકકા ગામના વતની અને હાલ લાલપુર બાયપાસ સપના હોટલ પાછળ ઝુપડપટ્ટી ખાતે રહેતા મજુરી કરતા ગોગન દેવાભાઇ માણદરીયા (ઉ.વ.૫૬) એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અજાણ્યા વાહનના ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યુ છે કે ગત તા. ૧૬-૫-૨૬ના સમય દરમ્યાન લાલપુર બાયપાસથી પવનચકકી રોડ મારવાડી વાસના ઢાળીયા સામે ફરીયાદીના માતા બચુબેનને રોડ પર કોઇ અજાણ્યા વાહનચાલકે બેફીકરાઇથી ચલાવીને હડફેટે લઇ પછાડી દઇને માથાની પાછળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી નાશી ગયો હતો.જે ફરીયાદના આધારે પીએસઆઇ રામાનુજ તપાસ ચલાવી રહયા છે.