જૂનાગઢના જોશી પરામા કૃષ્ણનગર વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન કેતનભાઇ દવેના મકાનમાંથી દિવાલમાં ફિટ કરેલ કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના બનાવમાં મહિલા સીસીટીવી ફટેજમાં કેદ થઈ હતી. જેથી બી ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી ફટેજના આધારે ઐંડાણપૂર્વકની તપાસ શ કરી હતી. એસપી જાડેજા અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી એસઆઇ સાંગાણી, ગુના નિવારણ શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ હત્પણં જેઠાભાઈ કોડીયાતર સહિતની ટીમે તપાસ બાદ જેતપુર ની મહિલા મીનાબેન ચંદુભાઈ સોલંકી ને ઝડપી પૂછપરછ કરી હતી. મહિલાએ જોષીપરા વિસ્તારમાં અન્ય ચાર નવા બનતા મકાનમાંથી તથા મધુરમ રાધિકા પાર્ક સોસાયટીમાં નવા બનતા મકાનમાંથી ઇલેકટ્રીક વાયર ની ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે મહિલાના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. બી ઙીવીઝન પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ કરતા ઝડપાયેલ મહિલા અલગ અલગ સોસાયટીમાં દિવસે ભંગાર મેળવી હતી અને તે દરમિયાન ઈલેકટ્રીક વાયરીંગ નું કામ ચાલુ હોય તે મકાનને ધ્યાને રાખી કરતી હતી અને રાત્રિના સમયે નવા બનતા મકાનમાંથી ઈલેકટ્રીક વાયર કાપી ખેંચી લઇ વાયરની ચોરી કરી તે વાયરને ઓગાળી તેમાંથી ત્રાંબુ નીકળતું તે કોપર વાયર વેચીને ચોરીના બનાવને અંજામ આપી પિયા કમાપી હતી. પોલીસે મહિલા પાસેથી .૨૨,૫૦૦ ની કિંમત નો કોપર વાયર ઝડપી વધુ પૂછપરછ માટે મહિલાના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMઇલિયાના ડી'ક્રુઝે ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
June 17, 2025 11:53 AMજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચર શોરૂમના ગોડાઉનમાં આગ લાગી
June 17, 2025 11:52 AMરોહિત શેટ્ટી ફરી 'ગોલમાલ'ની બાગડોર સંભાળશે
June 17, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech