BREAKING NEWS

જામનગર: પડાણા ગામમાં પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

  • June 03, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: પડાણા ગામમાં પંજાબના શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

બેભાન હાલતમાં મળી આવ્યો : મોતનું કારણ જાણવા પોલીસ તપાસ 

મેઘપર-પડાણા પોલીસ મથક વિસ્તારમાં એક શ્રમિક બેભાન હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તા. ૧ જૂન ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે પડાણા ગામ ખાતે  એક વ્યક્તિ બેભાન હાલતમાં પડેલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ ગંભીર બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.  મૃતકની ઓળખ સુખમીતસિંઘ અમરજીતસિંઘ (ઉ.વ. ૩૭), મૂળ વતન ડાંગ ગામ, જિલ્લો તરણતારણ, પંજાબ અને હાલ પડાણા ગામમાં રહેતા હોવાનું જાહેર થયું છે.

આ બનાવ અંગે ખજાનસિંઘ નહારસિંઘ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News