જામનગર : સતાપર ગામમાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત
જામનગર : સતાપર ગામમાં માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત
November 07, 2025 07:06 PM
જામનગરના સતાપર ગામમાં રહેતા એક યુવાને માનસિક બિમારીના કારણે કંટાળી જઇને જંતુનાશક દવા પી આયખુ ટુંકાવી લીધુ છે.
સતાપર ગામની ગજાનંદ સોસાયટીમાં રહેતા અમિત કરશનભાઇ નકુમ ઉ.વ.૪૩) નામના યુવાનને છેલ્લા ૩-૪ વર્ષથી માનસિક બિમારી હોય અને તેઓને પોરબંદર હોસ્પીટલ ખાતે સારવાર ચાલતી હતી બિમારીના કારણે વિચારો કર્યે રાખતા હતા, દરમ્યાન કંટાળી જઇ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે સતાપર ગામમાં રહેતા અજય કરશનભાઇ નકુમ દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.