ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખીને એક યુવાનને ઢીકાપાટુનો માર મારી ભયમાં મુકીને સોનાનો ચેન ઝુંટવી લઇ મોબાઇલ તોડી નાખી નુકશાન કર્યાની મહિલા સહિત પાંચ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મજુરી કામ કરતા સંજય જીવણભાઇ કોરીયા (ઉ.વ.૩૫) નામના યુવાન તથા આરોપીઓ આજુબાજુમાં રહેતા હોય અને અવાર નવાર બોલાચાલી થતી હોય જેનો ખાર રાખીને આરોપીઓએ ફરીયાદીને જેમ તેમ બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો.
ઉપરાંત તેમને ભયમાં મુકી ફરીયાદીએ પહેરેલ સોનાનો ચેન બળજબરીથી લઇ લીધેલ અને ફરીયાદીના બંને મોબાઇલ તોડી નાખી નુકશાન પહોચાડયુ હતું આ અંગે સંજયભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં પ્રેમીલાબેન, ભીમભાઇ ઉર્ફે સરપંચ, નવીન ગોરી તથા અન્ય બે અજાણ્યા શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ખલીફા તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application