જામનગરમાં ટ્રેન હડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ
જામનગરમાં ટ્રેન હડફેટે આવી જતાં એક યુવાનનું મૃત્યુ થયું છે. બાલવા ગામના ખેડૂત આઘેડનું બેભાન થયા બાદ મૃત્યુ નિપજ્યું હતું અને લાલપુરના ધરારનગરમાં યુવતિએ ગળફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધાનું જાહેર થયું છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા રાજુ સાદુરભાઇ વાઘેલા (ઉ.વ. ૩૦) નામના યુવાન ગત તા. ૧પ ના રોજ રેલ્વે પાટા પર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતાં ગંભીર ઇજા સબબ તેમનું મૃત્યુ થયું હતું, આ અંગે શંકરટેકરીમાં રહેતા સંજયભાઇ વાઘેલા દ્વારા સીટી સી ડીવીઝનમાં જાણ કરવામાં આવતા બનાવ સંબંધે તપાસ આગળ ધપાવી છે.
બીજા બનાવમાં જામજોધપુરના બાલવા ગામે રહેતા ખેતીકામ કરતા દેવાભાઇ કરાભાઇ મુંછાર (ઉ.વ. ૪૭)ને છેલ્લા એકાદ વર્ષથી કમળો રહેતો હોય અને કીડની, લીવરની બીમારી હોય દરમ્યાન અચાનક ઉલ્ટી થતાં બેભાન થઇ ગયા હતા. દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું, આ અંગે બાલવા ગામમાં રહેતા મહેશભાઇ મુંછાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ત્રીજા બનાવમાં લાલપુરના ધરારનગરમાં રહેતી નિલોફરબેન અસરફભાઇ સફીયા (ઉ.વ. ર૭) નામની યુવતિએ કોઇપણ કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજ્યું હતું, આ બનાવ અંગે ધ્રાંગડા ગામમાં રહેતા અબ્દુલ રઝાક જુમ્માભાઇ સફીયા દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.