BREAKING NEWS

જામનગર શહેરનો યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો

  • November 15, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના સોઢાવાડી વિસ્તારમાં એક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે, દસ લાખની રકમનું વ્યાજ ચુકવી દેવા છતા જમીનનું લખાણ કરાવી લઇ પઠાણી ઉઘરાણી કરીને આ જમીન કોઇને વેચવા નહી દઉ તેવી દાંટી મારી હતી આથી મામલો પોલીસમાં પહોચ્યો છે, જયાં મસીતીયાના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


જામનગરના ખોજા ગેઇટ સોઢાવાડી પાસે આવેલ જામ્યા રેસીડેન્સી ખાતે રહેતા શબીરહુશેન ઉમરભાઇ હમીરકા (ઉ.વ.૪૨) નામના ઘાંચી યુવાને મસીતીયાના હાજી ખફી પાસેથી થોડા સમય પહેલા રૂ. ૧૦ લાખ માસીક ૫ ટકા વ્યાજે લીધા હતા, જે રૂપીયા ૧૦ લાખ આરોપીએ ફરીયાદીને ચેકથી આપેલ અને ફરીયાદીએ ચેક તેના ખાતામાં નાખી દસ લાખ મેળવી તેમાથી રૂ. ૫૦ હજાર એક માસનું વ્યાજ આરોપીને ચુકવી આપ્યુ હતું.


તેમ છતા આરોપી ફરીાયદીને થોડા દિવસ પહેલા રૂપીયા આપેલનું લખાણ કરવા બોલાવી ફરીયાદી પાસેથી બળજબરીથી ફરીયાદીની મેમાણા ગામની જમીન વેચાણ કરારનું લખાણ કરાવી બળજબરીથી સહીઓ મેળવી લીધેલ ત્યાર બાદ ફરીયાદી શબીરહુશેનભાઇને ફોન કરીને તેની પાસેથી રૂ. ૧૫ લાખની પઠાણી ઉઘરાણી કરી અપશબ્દો બોલી આ જમીન કોઇને વેચવા નહીં દઉ તેમ કહીને ધમકી દીધી હતી.


દરમ્યાનમાં મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો, જયાં શબીબહુશેનભાઇ હમીરકા દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે જામનગરના મસીતીયા ગામમાં રહેતા હાજી હમીરભાઇ ખફી નામના ઇસમ વિરુઘ્ધ બીએનેએસ કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨) તથા મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application