BREAKING NEWS

રાજકોટમાં મોટી બહેનની પુણ્યતિથિએ જ નાની બહેનનો આપઘાત, ચિઠ્ઠીમાં લખ્યું- મારી અંતિમવિધી મમ્‍મીના ઘરે કરજો

  • November 16, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગરોડ પર શીતલ પાર્ક નજીક શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, આપઘાત પૂર્વે એક ચીઠી લખી હતી જેમાં લખ્યું હતું કે, કોઇનો વાંક નથી, કંટાળી ગઇ છું, મારી અંતિમવિધી મમ્‍મીના ઘરે કરજો, પરિણીતાએ મોટી બહેન કે જેમની એક વર્ષ પહેલા જ બનેવીએ ફાયરિંગ કરી હત્યા કરી હતી અને બનેવીએ પણ લમણે બંધુક મારી આપઘાત કરી લીધો હતો. બહેનની પુણ્યતિથિ હતી એ જ દિવસે પોતે પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાયો છે. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી.


શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતી રીન્‍કલબેન હિતેષભાઇ વડાલીયા ઉ.વ.૩૫) નામની પરિણીતાએ રાત્રે નવેક વાગ્‍યે ઘરે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં ટુંકી સારવાર દરમિયાન મોડી રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસે હોસ્‍પિટલ અને ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


આપઘાત કરનારા રીન્‍કલબેનના માવતર જેતપુર રહે છે. તેણીના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અગીયાર વર્ષનો એક દિકરો છે. પતિ હિતેષભાઇ ઉપલેટાના જામટીંબડી ગામે ખેતીવાડી ધરાવે છે. રીન્‍કલબેન પોતે ફાયનાન્‍સ કંપનીમાં નોકરી કરતા હતા.

આપઘાત પૂર્વે રીન્‍કલબેને સ્‍યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે, આમાં કોઇનો વાંક નથી, હું કંટાળી ગઇ છું, મારા દિકરાનું ધ્‍યાન રાખજો, બધા હળીમળીને રહેજો, મને કોઇનો દુઃખ ત્રાસ નથી. મારી અંતિમવિધી મારા મમ્‍મીના ઘરે કરજો. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્‍જે કરી તપાસ યથાવત રાખી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા ૧૫ નવેમ્‍બર-૨૦૨૫ના રોજ આપઘાત કરનારા રીન્‍કલબેનના મોટા બહેન તૃષાબેનની નાગેશ્વર સોસાયટીમાં તેણીના પતિ લાલજીભાઇ પઢીયારે હત્‍યા કરી હતી, બાદમાં લાલજીભાઇએ પણ લમણે બંધુક મારી આપઘાત કરી લીધો હતો. ૧૫મીએ આ મોટા બહેનની પૂણયતિથીના દિવસે જ રીન્‍કલબેને આ પગલુ ભર્યુ હતું. બનાવથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application