↵જામનગરમાં ગેસ્ટહાઉસમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત
રાંચીના યુવાનના મૃત્યુના કારણ માટે પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરના કે.વી. રોડ પર સિઘ્ધનાથ બિલ્ડીંગ, શ્રીજી ગેસ્ટહાઉસમાં ઝારખંડના એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે, જો કે કયા કારણસર આ યુવાને પગલુ ભર્યુ એ બાબતે સીટી પોલીસ તપાસ ચલાવી રહી છે.
ઝારખંડના રાંચી જીલ્લાના વતની અને હાલ જામનગરના કે.વી. રોડ પર સિઘ્ધનાથ બિલ્ડીંગમાં આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમ નં. ૩૧૨માં રહેતા રાહુલકુમારસિંહ નકુલસિંહ (ઉ.વ.૩૨) નામના યુવાને તા. ૪ના કોઇ સમયે રૂમના છતના પંખામાં ચાદર વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ અંગેની જાણ થતા ૧૦૮ને બોલાવવામાં આવી હતી દરમ્યાન ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે મુળ બિહાર હાલ ગેસ્ટ હાઉસ ખાતે રહેતા રૂપેશ ઉપેન્દ્રભાઇ મંડલ દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણસર આયખુ ટુકાવ્યું એ બાબતે તપાસ લંબાવી હતી.