ઇન્કમટેકસ વિભાગનો આંધળો વહીવટ બહાર આવ્યો છે, જેમાં કોડીનારમાં ચાની દુકાનમાં કામ કરતા યુવકને ફટકારી ૧૧૫ કરોડ કરતાં વધારે ના ઇન્કમટેકસની નોટિસ આટલી મોટી રકમની નોટિસ ઇન્કમટેકસ દ્રારા મળતા યુવકનો પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાયો તો સમગ્ર મામલો કોડીનાર શહેરમાં વાયુ ભેગે ફેલાતા ઇન્કમટેકસ વિભાગ કોડીનારમાં હાસીને પાત્ર પણ બન્યુ છે.
કોડીનાર શહેરમાં સામે આવ્યું છે ચાની હોટલમાં કામ કરતા આસિફ મહંમદભાઇ શેખ નામના યુવાનને ઇન્કમટેકસ વિભાગે વર્ષ ૨૦૨૪ ૨૫ના વર્ષમાં ૩ નોટિસ ફટકારીને તેના નામે થેયલા ૧ અબજ ૧૫ કરોડના ટ્રાન્ઝેકશનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા યુવકનો પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો છે સામાન્ય રીતે ૧૧૫ કરોડ ૯૨ લાખ જેટલી રકમની નોટિસ કોઈપણ વ્યકિતને મળે તો તે વ્યકિતની સાથે તેનો સમગ્ર પરિવાર હતપ્રત બની જતો હોય છે બિલકુલ આ જ પ્રકારે આસિફ શેખનો પરિવાર પણ એકદમ હતપ્રત બની ગયો છે
આસિફ શેખ કોડીનાર શહેરમાં ચાની કીટલી પર છુટક મજૂરી એ કામ કરી રહ્યો છે આખા મહિનાની રોજગારી ભેગી કરે તો પણ દસ હજાર પિયાની આસપાસ થાય છે વધુમાં આસિફ શેખના બેન્ક એકાઉન્ટમાં આજે પણ હજાર પિયા કરતા ઓછી રકમ જમા છે આવી વ્યકિતને ઇન્કમટેકસ વિભાગે કયા કારણોસર ૧૧૫ કરોડ ૯૦ લાખ પિયાની માતબર રકમની નોટિસ ફટકારી તે હવે કોડીનાર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની રહ્યો છે. આ સમગ્ર બાબતે શેખ આસિફભાઈ મહમ્મદભાઈએ જણાવ્યું હતું કે ભાડાના મકાનમાં રહત્પં છું. મેં મારા શેઠ પાસેથી ૮૦ હજાર પિયા ઉધાર લીધા છે. જયારે નોટિસ આવી ત્યારે મારા ખાતામાં .૪૭૫ જ હતા. મેં કોઈ દિવસ ૨ લાખ પિયા પણ જોયા નથી આ નોટિસ મને કેમ મળી એ હું જાણતો નથી મને આવા કોઈ વ્યવહાર ની ખબર નથી મેં આ નોટિસ બાબતે પોલીસ ખાતામાં અરજી પણ કરી છે
યુવકના આધાર–પાન કાર્ડનો અન્યએ ઉપયોગ કર્યાની શંકા
આ ઘટના આવકવેરા વિભાગનો છબરડો છે કે કોઈ મોટું છેતરપિંડી કૌભાંડ છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર બાબતે અમારા પ્રિતિનિધિએ આવકવેરા વિભાગના નિષ્ણાત અધિકારી સાથે વાતચીત કરી તો એમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું કે આ યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કર્યા હોઈ શકે છે અને આ રીતે તેની સાથે ફ્રોડ થયું હોઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech