કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ દ્વારા રમત ગમત સંકુલનું ભૂમિપૂજન
ભાણવડ નજીક તાલુકા કક્ષાનું રમત સંકુલનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે યુવાનોને તક મળે તે માટે મહત્વની એક ભેટ આપવામાં આવી છે. તાલુકા રમત સંકુલ અંદાજીત રૂ.૬.૪૪ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રમત ગમતનું સંપૂર્ણ વાતાવરણ અને રમતવીરોને અવસર મળે તે માટેના માળખાગત સવિધાઓના ઊભી કરવામાં આવશે.
આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ભાણવડ તાલુકા ખાતે તાલુકા કક્ષા રમત ગમત સંકુલ ભૂમિ પૂજન કરી ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છુ. જેના કારણે ભાણવડ તાલુકા સહિત આજુબાજુ વિસ્તારના યુવાનો ખૂબ જ ઉપયોગી નીવડશે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે રુચિમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ થકી કારકિર્દી ઘડતર માટે રમત સંકુલોનું નિર્માણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાલુકા રમત ગમત સંકુલમાં અનેક રમતો સમાવેશ થશે. જેના થકી યુવાનો રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બનાવવામાં આવનાર આ તાલુકા રમત સંકુલમાં ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેન્જ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ જેમાં જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા , ટેકવાંડો, અને જુડો જેવી રમતો માટે ઉપયોગી થશે. તેમજ વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રીકલ રૂમ બનાવવામાં આવશે. જ્યારે બાહ્ય રમતો માટે વોલીબોલ કોર્ટ, ખો - ખો કોર્ટ, અને કબડ્ડી કોર્ટ બનાવવામાં આવશે.
આ ભૂમિપૂજન પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી હિતેશ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડીયાવદરા, મામલતદાર એ.પી.ચાવડા, અગ્રણી ગોવિંદભાઈ કનારા, હમીરભાઇ કનારા, વી. ડી.મોરી, ચેતનભાઈ રાઠોડ, અજયભાઈ કારાવદરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેસીબી વેચાણથી આપી રામનગરની મહિલા સાથે રૂા. ત્રણ લાખની છેતરપિંડી
May 07, 2025 10:15 AMઅકળ કારણોસર રાવલના વૃધ્ધે ઝેરી ટીકડા ખાધા: મૃત્યુ
May 07, 2025 10:09 AMઆરટીઇમાં એડમિશન મેળવનાર માટે પ્રવેશ કન્ફર્મ કરવાની કાલે છેલ્લી તક
May 07, 2025 10:03 AMજાહેર સલામતીને સુનિશ્ચિત કરવા આજે દ્વારકા જિલ્લામા 'ઓપરેશન અભ્યાસ' અન્વયે મોકડ્રિલ
May 07, 2025 09:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech