પરપ્રાંતીય દંપત્તિ બાઈક પર બેસીને જઈ રહ્યું હતું, દરમિયાન નડેલા અકસ્માતમાં પત્નીનું નીચે પટકાઇ પડ્યા પછી સારવારમાં મૃત્યુ
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર લક્ષ્મીપુર ગામના પાટીયા પાસે રોડની કડ પરથી એક બાઈક નીચે ઉતરી જતાં પર પ્રાંતિય દંપત્તિ ખંડિત થયું છે. પાછળની સીટમાં બેઠેલી પત્નીનું નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા શામજીભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુનિલભાઈ પદમસિંહ જમરા આદિવાસી અને તેના પત્ની અનિતાબેન જમરા (૨૫) કે જેઓ બંને ગઈકાલે મોટરસાયકલ પર બેસીને કાલાવડ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન લક્ષ્મીપુર ગામના પાટિયા પાસે પહોંચતાં રોડની કડ ઉપરથી બાઈક રોડથી નીચે ઉતરી ગયું હતું, અને અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં પાછળ બેઠેલા અનીતાબેન નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે રોડ ની કડ લાગવાના કારણે હેડ એન્જરી સહિતની ગંભીર ઇજા થઈ હતી અને, સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પતિ સુનિલભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech