ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે સિડની ટેસ્ટમાંથી બહાર થવાનો અર્થ એ નથી કે તે નિવૃત્તિ લઈ રહ્યો છે. આ સાથે હિટમેને એ પણ જણાવ્યું કે તેણે તેના ખરાબ ફોર્મને જોતા પાંચમી અને છેલ્લી મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો, તેણે આ નિર્ણય મેચના એક દિવસ પહેલા કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર્સ અજીત અગરકરને જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિડની ટેસ્ટમાં રોહિત શમર્નિી જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન ઈન્ટરવ્યુમાં, જ્યારે રોહિત શમર્નિે પૂછવામાં આવ્યું કે શું તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, આરામ લીધો છે કે પછી તેણે પોતે જ ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો છે? આના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું, કંઈ નહીં. મેં જાતે જ નીકળ્યો છું. મેં સિલેક્ટર્સ અને કોચને કહ્યું કે હું રન બનાવવામાં નિષ્ફળ થઇ રહ્યો છું, તેથી મેં ખસી જવાનો નિર્ણય લીધો છે.
તેણે એમ પણ કહ્યું, અત્યારે રન નથી થઈ રહ્યા, પરંતુ 5 મહિના પછી અથવા બે મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી. હું સખત મહેનત કરીશ. બહાર બેઠેલા લોકો લેપટોપ, પેન અને કાગળો લઈને બેઠેલા લોકો નક્કી નહિ કરે કે મારે નિવૃત્તિ ક્યારે લેવી અને મારે કયા નિર્ણયો લેવા જોઈએ.
સિડની ટેસ્ટમાંથી બહાર થવાના નિર્ણય પર હિટમેને કહ્યું, મારી વાતચીત ખૂબ જ સરળ હતી. મેં કહ્યું કે હું રન બનાવવા માટે સક્ષમ નથી અને અમને એવા ખેલાડીઓની જરૂર છે જે આ મહત્વપૂર્ણ મેચમાં રન બનાવી શકે. હું આ વાત કોચ અને પસંદગીકારોને કહેવા માંગતો હતો. તેણે આમાં મારો સાથ આપ્યો. આ એક સારો નિર્ણય હતો. મેં વિચાર્યું કે મારે ટીમ માટે શું કરવું જોઈએ.
રોહિત શમર્એિ છેલ્લી ટેસ્ટ નહીં રમવાનો નિર્ણય મેલબોર્ન ટેસ્ટ પછી નહીં પરંતુ સિડની આવ્યા બાદ લીધો હતો, તેણે કહ્યું હતું કે નવા વર્ષના પહેલા દિવસે તે કોચ અને સિલેકટર્સને આંચકો આપવા માગતો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ કરેલી એરસ્ટ્રાઇકના પગલે જિલ્લા પોલીસ સર્તક
May 08, 2025 04:10 PMઅજમેરની હોટેલમાં ભાવનગરના દાઝેલા દંપતિ પૈકી પત્નીનું મોત
May 08, 2025 04:07 PMભાવનગરનું ધો. ૧૦નું ૮૫.૧૭% પરિણામ
May 08, 2025 04:05 PMરૂ ૧.૩૭ લાખના ચોરાઉ આઠ મોબાઈલ સાથે ૮ શખ્સો ઝડપાયા
May 08, 2025 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech