રાજકોટના સર્વાંગી વિકાસમાં ફાળો આપનાર ઔદ્યોગિક, વ્યવસાયિક અને સામાજિક અગ્રણીઓને સન્માનિત કરવા માટેનો ભવ્ય કાર્યક્રમ વીટીવી ન્યુઝ દ્વારા ક્રિશ્ના પાર્ક રિસોર્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વાચકોના માનીતા અખબાર 'આજકાલ’ને સમગ્ર રાજ્યમાં પાંચ એડીશન દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક પરિવર્તન લાવવામાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ ગુજરાતના નંબર-1 સાંધ્ય દૈનિક તરીકે રાજકોટ રત્ન એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યું હતું. આજકાલ વતી ગૃપ એડિટર કાનાભાઈ બાંટવાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. સમાજના અગ્રણીઓને સન્માનિત કરીને તેમને તથા અન્યોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દાત ઉપક્રમ તરીકે વીટીવી ન્યુઝ દ્વારાયોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના અગ્રગણ્ય નાગરિકોએ ઉપસ્થિત રહીને આયોજનને ચાર ચાંદ લગાવી દીધા હતા.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટ મનપા સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચેરમેન જયેશ બોઘરા, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા વગેરે મહાનુભાવો મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ મેળવનારાઓને તેમના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વક્તવ્યો દ્વારા તેમણે ઉપસ્થિત શ્રોતાઓને સંબોધન કયર્િ હતા.વીટીવી- ટોપ એફએમના નેશનલ હેડ શૈલીભાઈ ટીબક, ગુજરાત સેલ્સ હેડ નરેન્દ્રસિંહ વાઘેલા, અમદાવાદ સેલ્સ હેડ વિનોદ વસીતા,વીટીવી ન્યુઝના રાજકોટના રિપોર્ટર સની મહિડા, ન્યુઝ એન્કર અંકુર રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં બિયારણની દુનિયાના બાદશાહ એવા બોમ્બે સીડ્સના પીન્ટુભાઈ પટેલ, પારુલ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટીના ડે. ડિરેક્ટર હરેશભાઈ મિસ્ત્રી, નિધિ શિડ્સના નરેન્દ્રભાઈ, ઠાકરશી ચાના મનસુખભાઈ, ઘેલાણી એગ્રીકોનના નરેન્દ્રભાઈ ઘેલાણી, ક્રિષ્ના પાર્ક રિસોર્ટના હરિભાઈ કણસાગરા અને સુરેશભાઈ કણસાગરા, પાયલ મેટરનિટી હોસ્પિટલના સંજયભાઈ દેસાઈ, પાન હેલ્થ કેરના ચિરાગભાઈ, આર.કે. બિલ્ડર ગ્રુપના વિશાલભાઈ, એન્જલ પંપના ધ્રુવભાઈ આદ્રોજા, એસ.કે.પી. સ્કૂલના રમેશભાઈ, તાપી સિમેન્ટના શૈલેષભાઈ સખીયા, ક્રાઈસ્ટ કોલેજના જતિનભાઈ, રાજ મંદિર કોલ્ડ ડ્રીંક્સના મૌલિક પટેલ, પરેશ ટીના પરેશભાઈ દાવડા, બાલસન પોલિપ્લાસ્ટના મિરાજભાઈ બાલધા, કે.બી.ઝેડ ફૂડ ઈન્યિા પ્રા.લી.ના કૃષ્ણસિંહ ઝાલા, અદાણી સ્પાઈસીસના જીતુભાઈ, રાજમોતી કેટલ ફીડના જીતેન્દ્રભાઈ સાકરીયા, જી બલ્બના કલ્પેશ પટેલ, આશાપુરા એડ મિડિયાના કેતનભાઈ અને વિપુલભાઈ, મધુરમ ઈન્ડેન ગેસ એજન્સીના ઉમેશભાઈ, શ્રી સદ્ગુગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રવિણભાઈ વસાણી, ટ્રાવેલ અનલિમિટેડના હેતલબેન મહેતા, બલદેવ એગ્રો એન્જીનિયરિંગના મયુરભાઈ, ઓર્ગેનિક ખેડૂત ચિરાગભાઈ, ઈન્ફીનીટી એન્ટરપ્રાઈઝના અવિનાશ મલકાન, શ્રી પટેલ ઈવેન્ટ્સના પવન પરસાણા વગેરેને રાજકોટ રત્ન એવોર્ડ આપીને વીટીવી ન્યૂઝ દ્વારા સન્માનવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech