આરોપી સામે દુષ્કર્મ અંગે ગુન્હો દાખલ થયા બાદ તેણે આપઘાતનો પ્રયાસ કરતાં ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો
જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા પર તેજ ગામના અને નજીકના કુટુંબી એવા શખ્સે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે સગીરાની માતા દ્વારા આરોપી સામે બેડી મરીન પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે નો ગુન્હો નોંધાવ્યો છે. જે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં ઇજાગ્રસ્ત બન્યો હતો, અને હાલ સારવાર હેઠળ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતી અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની સગીરા કે તેણીને પોતાનાં જ કુટુંબી અને નાગના ગામમાં જ રહેતા ૨૫ વર્ષ ના એક શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હતી, અને તેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આખરે પાપ છાપરે ચડીને પોકારે તેમ સગીરાને પ્રસુતિની પીડા ઉપડી હતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબિબોએ તેણીને ગર્ભવતી જાહેર કરી હતી, એટલું જ માત્ર નહીં, તેણીએ મૃત બાળકને જન્મ આપી દીધો હતો, જેથી આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી ગઈ હતી.
જેઓએ ભોગ બનનાર સગીરાની માતાનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોતાના પાડોશમાં જ રહેતા અને નજીકના કુટુંબી એવા ૨૫ વર્ષના શખ્સ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે અંગે બેડી મરીન પોલીસ મથકમાં આરોપી સામે પોકસો સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીને પોલીસ ટુકડી શોધી રહી હતી, દરમિયાન આરોપી જામનગર નજીક જામ વણથલી રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો, જ્યાં તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં પોતે ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેના હાથ ભાગી ગયા હોવાથી તેની સારવાર ચાલી રહી છે.
આ બનાવને લઈને નવાનાગના ગામમાં ભારે ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલામાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે જિલ્લામાં ઝાપટાથી પોણો ઈંચ કમોસમી વરસાદ
May 08, 2025 03:54 PMPGVCLને વર્ષમાં સસ્તા ભાવે ૩૯૧.૨૫ મિલિયન યુનિટ સોલાર વીજળી પ્રાપ્ત થઈ
May 08, 2025 03:45 PMસમગ્ર ભાવનગર જિલ્લામાં છવાયો અંધારપટ્ટ
May 08, 2025 03:43 PMસોનું ફરી તૂટયું: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧ હજાર ઘટીને ૯૯,૭૦૦
May 08, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech