પુણે પોર્શ દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કલ્યાણી નગર પોર્શ કાર અકસ્માતમાં સામેલ ૧૭ વર્ષીય સગીર જ નહીં પરંતુ તેની સાથે આવેલા તેના બે મિત્રોના લોહીના નમૂના પુણેની સરકારી સસૂન હોસ્પિટલમાં બદલવામાં આવ્યા હતા, જેથી તે સાબિત થઈ શકે. કે તેઓ નશામાં ન હતા. ફરિયાદ પક્ષે કોર્ટમાં દાવો કર્યેા હતો કે, ડો. હોલનોરે અકસ્માતના કલાકો પછી કાર ચલાવતા ૧૭ વર્ષના છોકરા અને તેના બે મિત્રોના નમૂના લીધા હતા.
પુણે પોર્શ દુર્ઘટના કેસમાં છ આરોપીઓની જામીન અરજી પર ગુવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સગીરના માતા–પિતા વિશાલ અગ્રવાલ અને શિવાની અગ્રવાલ, સાસૂન હોસ્પિટલના ડો. અજય તાવડે અને ડો. શ્રીહરિ હલનોર અને કથિત વચેટિયા અશપાક મકનદાર અને અમર ગાયકવાડનો સમાવેશ થયા છે. જામીન અરજીનો વિરોધ કરતા, વિશેષ સરકારી વકીલ શિશિર હિરેએ જણાવ્યું હતું કે, અકસ્માતના કલાકો બાદ ડો. હલનોરે કાર ચલાવતા ૧૭ વર્ષના સગીર અને તેના બે મિત્રોના લોહીના નમૂના બદલ્યા હતા. વકીલ ઉપરાંત સત્ર યૂ.એમ.મુધોલકરને જણાવ્યું કે, તેમને અગ્રવાલ અને ડો. તાવડેના સૂચન પર આ કામ કયુ છે અને તેના માટે તેમને ૨.૫ લાખ પિયા મળ્યા. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ સગીર કાર ચાલકને ઓબ્ઝર્વેશન હોમમાંથી મુકત કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્રારા રિમાન્ડના આદેશો ગેરકાયદેસર અને અધિકારક્ષેત્રની બહાર છે.
આ છે સમગ્ર મામલો
ગત ૧૯મી મેના રોજ પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં નશાની હાલતમાં એક સગીર દ્રારા ચલાવવામાં આવેલી પોર્શ કારે એક મોટરસાઈકલને ટક્કર મારી હતી, જેમાં મધ્યપ્રદેશના બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે કાર એક કિશોર ચલાવી રહ્યો હતો જે કથિત રીતે નશાની હાલતમાં હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech