ક્રિસિલ રિસર્ચ અનુસાર, ઘરે રાંધેલી શાકાહારી થાળીની સરેરાશ કિંમત મે મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ૯% વધીને . ૨૭.૮ થઇ હતી. આ જ થાળીની કિંમત ગયા મે મહિનામાં ૨૫.૫ પિયા હતી.
ઘરે થાળી તૈયાર કરવાનો સરેરાશ ખર્ચ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પ્રવર્તતા ઈનપુટ ભાવોના આધારે ગણવામાં આવે છે.વેજ થાળીમાં રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટાં અને બટાકા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. ચોખાના ભાવ, જે વેજ થાળીના ૧૩% હિસ્સો ધરાવે છે, વાવેતર વિસ્તાર ઘટવાને કારણે વાર્ષિક ધોરણે ૧૩% વધ્યો છે. દરમિયાન, જળાશયના સ્તરે કઠોળના ઉત્પાદનને અસર કરી હતી જેના કારણે ભાવમાં વાર્ષિક ધોરણે ૨૧% વધારો થયો હતો. કઠોળની કિંમત વેજ થાળીની કિંમતના ૯% હિસ્સો ધરાવે છે.
ટામેટાં, બટેટા અને ડુંગળીના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળીની કિંમતમાં વધારો થયો છે. ટામેટાં, બટાકા અને ડુંગળીના ભાવ વાર્ષિક ધોરણે ૩૯%, ૪૧% અને ૪૩% વધ્યા છે, ડેટા દર્શાવે છે. ગયા નાણાકીય વર્ષના નીચા આધારને કારણે કિંમતમાં વધારો થયો છે. ક્રિસિલ જણાવે છે કે, પશ્ચિમ બંગાળમાં મોડા બ્લીટ અને પાકના નુકસાનની પ્રતિકૂળ અસરને કારણે બટાકાની આવકમાં ઘટાડો સાથે રવિ વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ડુંગળીની ઓછી આવકે ભાવમાં વધારો કર્યેા છે.
તેનાથી વિપરીત, જીં, મરચું અને વનસ્પતિ તેલના ભાવ અનુક્રમે ૩૭%, ૨૫% અને ૮% ઘટા છે, જે વેજ થાળીના ખર્ચમાં વધુ વધારો અટકાવે છે, ક્રિસિલ કહે છે.
બીજી તરફ, નોન–વેજ થાળીની કિંમત એક વર્ષ અગાઉના સમયગાળામાં . ૫૯.૯ની સરખામણીએ મે મહિનામાં ૭% ઘટીને . ૫૫.૯ થઈ ગઈ છે. એપ્રિલમાં આ જ થાળીની કિંમત ૫૬.૩ પિયા હતી. તેથી, મહિના દર મહિને પણ નોન–વેજ થાળીના ભાવમાં ૧%નો ઘટાડો
થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech