યુએસએ અવામી લીગના ઉપપ્રમુખ ડૉ. રબ્બીએ દાવો કર્યો છે કે શેખ હસીના ફરી એકવાર વડા પ્રધાન બનશે. તેમણે એમ પણ કહ્યું કે યુવા પેઢીએ ભૂલ કરી છે. જોકે, આ તેની ભૂલ નથી. તેની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ડૉ. આલમના આ નિવેદનથી બાંગ્લાદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રબ્બી આલમે કહ્યું, બાંગ્લાદેશ પર હુમલો થઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આનો ઉકેલ લાવવાની જરૂર છે. રાજકીય બળવો ઠીક છે, પણ બાંગ્લાદેશમાં એવું નથી થઈ રહ્યું. આ એક આતંકવાદી બળવો છે.
તેમણે ખુલાસો કર્યો કે આપણા ઘણા નેતાઓએ ભારતમાં આશ્રય લીધો છે અને આ વ્યવસ્થા પૂરી પાડવા બદલ અમે ભારત સરકારના ખૂબ આભારી છીએ. હું આપણા પ્રધાનમંત્રી શેખ હસીનાને સુરક્ષિત મુસાફરીનો માર્ગ પૂરો પાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું. અમે ભારતના લોકોનો આભારી છીએ.
રબ્બીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસને રાજીનામું આપવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું, અમે બાંગ્લાદેશના સલાહકારને કહેવા માંગીએ છીએ કે તેઓ રાજીનામું આપે અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જાય.
તેમણે દાવો કર્યો, શેખ હસીના વડા પ્રધાન તરીકે પાછા આવી રહ્યા છે. યુવા પેઢીએ ભૂલ કરી છે, પણ એ તેમની ભૂલ નથી, તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech