મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી
ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દ્વારકામાં કારની અડફેટે યુવાનો ઘવાયા
દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ અમુભાઈ ગામેચા નામના 32 વર્ષના માછીયારા યુવાન તેમના મામાના દીકરા રાહુલ રાઠવાને સાથે લઈને બરડીયા ગામથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકામાં આવેલા હાથી ગેઈટ પાસે પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 3 બી.ઝેડ. 2866 નંબરના એક મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા બંને યુવાનોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દ્વારકા પોલીસે સંજયભાઈ ગામેચાની ફરિયાદથી કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરનું ધો. ૧૦નું ૮૫.૧૭% પરિણામ
May 08, 2025 04:05 PMરૂ ૧.૩૭ લાખના ચોરાઉ આઠ મોબાઈલ સાથે ૮ શખ્સો ઝડપાયા
May 08, 2025 04:02 PMત્રીજા દિવસે જિલ્લામાં ઝાપટાથી પોણો ઈંચ કમોસમી વરસાદ
May 08, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech