રાજકોટ સીટી બસના ચાલકોની બેફિકરાઈ કે સંચાલન ઉપર તંત્રની બેલગામ હોવાનું વારંવાર સીટી બસના સર્જાતા અકસ્માતને જોતા લાગી રહ્યું છે. ગઈકાલે કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક સીટી બસના ચાલકે પગપાળા જઈ રહેલા માતા–પુત્રને ઠોકરે લેતા માસુમ પુત્રનું ઘટના સ્થળે જ કણ મોત નીપયું હતું. માસુમ સાત વર્ષના પુત્રના મોતથી પરિવારમાં આક્રદં સર્જાયો હતો. હજુ દિવસો પૂર્વે જ શીતલ પાર્ક નજીક સીટી બસના ચાલકને ચાલુ બસે હાર્ટ અટેક આવી જવાથી વાહનોની સાથે એક મહિલાને અડફેટે લેતા મોત નીપયું હતું એ પૂર્વે આનદં બંગલા ચોક નજીક એકિટવાચાલક યુવતીને ટક્કર મારવામાં આવતા યુવતી ૨૦ ફટ દૂર જઈને પડતા ગંભીર ઇજા થઇ હતી વાહનચાલકો રોષે ભરાયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ ઉપરાંત ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ રૃટમાંથી પસાર થતા મહિલાને ઠોકરે ચડાવી મોત નિપજાવ્યું હતું. ત્યારે વધુ એક વખત અકસ્માત સર્જી સીટી બસના ચાલકની બેફિકરાઈથી પરિવારે લાડકવાયો ગુમાવ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ કણકોટ ગામના ક્રિષ્નાનગર પાસે રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.વ.૩૩) અને પુત્ર રાજવીર (ઉ.વ.૭) બંને માતા પુત્ર રવિવારે સવારના સમયે પુત્ર રાજવીર માટે નાસ્તો લેવા જતા હતા ત્યારે લાભુભાઈ એન્જીનીયરીંગ કોલેજ પાસે પહોંચતા પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પૂર્વક આવેલી સીટી બસએ માતા–પુત્રને ઠોકરે લેતા પુત્ર ત્યાં જ પડી જતા બસનું તોતિંગ વ્હિલ બાળક ઉપર ફરી વળતા બાળકનું છકદાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું . જયારે માતા હેતલબેનને ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને કોઈએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરી કાર્યવાહી પુરી કરી હતી. અકસ્માત સર્જી નાશી જનાર જીજે૦૩બીઝેડ–૦૫૮૮નો બસ ચાલક નાસી ગયા બાદ પ્રગટ થતા પોલીસે અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
May 07, 2025 10:28 AMજેસીબી વેચાણથી આપી રામનગરની મહિલા સાથે રૂા. ત્રણ લાખની છેતરપિંડી
May 07, 2025 10:15 AMઅકળ કારણોસર રાવલના વૃધ્ધે ઝેરી ટીકડા ખાધા: મૃત્યુ
May 07, 2025 10:09 AMઆરટીઇમાં એડમિશન મેળવનાર માટે પ્રવેશ કન્ફર્મ કરવાની કાલે છેલ્લી તક
May 07, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech