ગોંડલના ધારેશ્વર રોડ પર આવેલી વાછરા ચોકડી નજીક વિધાન સ્કૂલની સામ એક પરિણીત મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિને મળવા આવેલી પ્રેમિકાને પત્નીએ જ પાવડાના ઘા મારી પતાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પાવડામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા
કોઠારિયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ઉમેશભાઈ મેર નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. જલ્પા પરિણીત હોવાનું સામે આવ્યું છે. જલ્પાના મૃતદેહ નજીક લેડીઝ પર્સ અને પાવડો જોવા મળ્યો છે. તેમજ પાવડામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા છે. આથી પાવડાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હત્યા કરનાર આરોપી મહિલાની અટકાયત કરાઈ
પાવડો મારીને પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જિજ્ઞાબેન કિશોરભાઈ હાંડાની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાના છૂટાછેડા થયા હોવાની સાથે મહિલા તેમના પરિણીત પ્રેમી કિશોર હાંડાને મળવા આવી હોવાની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા
ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ અને LCB પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેરની હોટેલમાં ભાવનગરના દાઝેલા દંપતિ પૈકી પત્નીનું મોત
May 08, 2025 04:07 PMભાવનગરનું ધો. ૧૦નું ૮૫.૧૭% પરિણામ
May 08, 2025 04:05 PMરૂ ૧.૩૭ લાખના ચોરાઉ આઠ મોબાઈલ સાથે ૮ શખ્સો ઝડપાયા
May 08, 2025 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech