આશરે 500 વર્ષના સંધર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. આ અવસરના અનેકો લોકો સાક્ષી બન્યા હતા. અનેક વીવીઆઇપી મહેમાનો અને રામભક્તો રામ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જયારે સમગ્ર દેશમાં વિવિધ સ્થળો પર અનેક ધાર્મિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા. રામ મંદિર એ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે રામલલ્લા અયોધ્યા પધારવાની ખુશી એક મહિલાએ અલગ જ અંદાજમાં ઉજવી હતી. જીહા, છતીસગઢમાં ચાની દુકાન ઘરાવતા એક મહિલાએ તેમના ટી સ્ટોલ પર લોકોને કોઇ પણ પ્રકારની વસૂલાત વગર ચા પીવડાવી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરી.
તા. 22 જાન્યુઆરીના રામલલ્લા અયોધ્યામાં વિધિ વિધાન સાથે બિરાજમાન થવાના હોય આ અવસરની ખુશીમાં 45 વર્ષીય ભગવતી દેવદાસ ભક્તે તેમના ટી સ્ટોલ પર ફ્રીમાં ચાનું વિતરણ રાખ્યું હતું. એટલે કે ટી સ્ટોલ પર આવનારા ગ્રાહકો પાસેથી એક પણ પૈસાની વસૂલાત કરવામાં આવશે નહીં તેવું નક્કી કર્યું હતું. તેઓ ભગવાન રામમાં તેમની આસ્થા ધરાવતા હોવાને કારણે તેમણે ફ્રીમાં ચાનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
ભગવતી દેવદાસે એમ જણાવ્યું હતું કે, તેણે સાંજ સુધી લોકોને લગભગ 600 કપ ચા આપી હતી. જે માટે કોઇ પણ પ્રકારે વસૂલાત કરવામાં આવી નહતી. નોંધનીય છે કે, બનેશ્વરી યાદવ અને જનપદ પંચાયતના કર્મચારીઓ દેવદાસની ચાની દુકાનના નિયમિત ગ્રાહક છે. ત્યારે પંચાયત કર્મચારી બનેશ્વરી યાદવે ભગવાન રામ પ્રત્યે ભગવતી દેવદાસની અતૂટ ભક્તિની પ્રશંસા કરી હતી.
આપને જણાવી દઇએ કે, છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 90 કિમી દૂર આવેલા ગારિયાબંધમાં ભગવતી દેવદાસ ચાની દુકાન ધરાવે છે. આજીવિકા અર્થે તેઓ છેલ્લા 13 વર્ષથી ચાની દુકાન ચલાવી રહ્યા છે. ત્યારે રામલલ્લા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજીત થવા પ્રસંગે તેમણે કોઇ પણ પ્રકારની આર્થિક વસૂલી વગર લોકોને ચા પીવડાવી તેમની આસ્થા અનુસાર ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડનો ચેક રિટર્ન કેસની પ્રોસિડિંગ સ્ટેની આરોપી કંપનીની અરજી ફગાવાઈ
May 08, 2025 03:07 PMપોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર
May 08, 2025 03:06 PMવર્ગ-૪ના પાર્ટ ટાઈમ શ્રમયોગીની કાયમી થવાની અરજી લેબરકોર્ટ દ્વારા નામંજુર
May 08, 2025 03:04 PMરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech