ઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન

  • May 07, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબના સહયોગથી આગામી તા.૧૧ને સોમવારના રોજ સાયકલોથોનનું આયોજન કરાયું છે.

વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તંદુરસ્ત ગુજરાત, ઓબેસિટી મુક્ત ગુજરાત થીમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ ક્લબના સહયોગથી આગામી તા.૧૧ને રવિવારના રોજ આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ સવારે ૬:૦૦ કલાકે સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાયકલોથોનમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ બહુમાળી ભવન બાજુના ગેઈટમાંથી એન્ટ્રી લેવાની રહેશે. સાયકલોથોનમાં ૧૦ કિ.મી.નો રૂટ રાખવામાં આવશે. સાયકલોથોનમાં જોડાનાર સાયકલીસ્ટો માટે લક્કી ડ્રોથી પ્રોત્સાહક ઈનામ તરીકે ૧૦ પાર્ટીશીપન્ટને સાયકલનું ઈનામ આપવામાં આવશે. તમામ સાયકલીસ્ટો માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.

આ સાયકલોથોનમાં વધુને વધુ સાયકલીસ્ટો, શહેરીજનો તેમજ એન.જી.ઓ. જોડાઈ તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application