રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૧૪,૦૫૦ દસ્તાવેજો નોંધાયા: ૮૬ કરોડની આવક
રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૧૪,૦૫૦ દસ્તાવેજો નોંધાયા: ૮૬ કરોડની આવક
May 02, 2026 08:46 PM
રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટમાં એપ્રિલ મહિનામાં ૧૪ હજારી વધુ દસ્તાવેજો નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરની વાત કરીએ તો સૌી વધુ દસ્તાવેજ નોંધણી મોરબી રોડ અને મવડી વિસ્તારમાં જોવા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬૨૦૨૭ની શરૂઆતમાં જ સરકારને કરોડોની આવક થઈ છે. રાજકોટમાં અનેક ક્ષેત્રે મંદીનો માહોલ છે પરંતુ તેની સામે રિયલ એસ્ટેટ લીલુંછમ જોવા મળ્યું છે. રાજકોટ જિલ્લ ાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખૂબ સારા એવા પ્રમાણમાં દસ્તાવેજો નોંધાયો છે. જેને લઈને સરકારને કરોડો રૂપિયામાં આવક ઈ છે. રાજકોટ શહેરની વાત કરીએ તો સૌી વધુ દસ્તાવેજો મોરબી રોડ અને મવડી વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લ ામાં સૌી ઓછા દસ્તાવેજ વીંછીયા અને જામકંડોરણામાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ ૮,૯૯૫ દસ્તાવેજો નોંધાયા છે, જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ૫,૦૫૫ દસ્તાવેજોની નોંધણી ઈ છે. રાજકોટ જિલ્લ ામાં કુલ ૧૪,૦૫૦ દાતાવેજોની નોંધણી તા સરકારને એક મહિનામાં જ ૮૫.૮૩ કરોડ રૂપિયાની આવક ઈ છે. અત્રે ઉલ્લેખ નીય છે કે, છેલ્લા એક દાયકાી રાજકોટ શહેરનો વિકાસ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ખાસ કરીને શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે મંદીના ચઢાવ ઉતાર વચ્ચે પણ રાજકોટમાં બાંધકામ ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી રહી છે.