જામનગર  :  એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલનું ધો. ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦% ઝળહળતું પરિણામ

  • May 04, 2026 02:03 PM 

જામનગર  :  એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલનું ધો. ૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦% ઝળહળતું પરિણામ

ધો. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સ્ટાફની મહેનત રંગ લાવી


શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા મોખરાનું સ્થાન ધરાવતી જામનગરની પ્રતિષ્ઠિત સંસ્થા એસ. બી. શર્મા વર્લ્ડ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. શાળાએ ધોરણ ૧૦ (ઈંઈજઊ) અને ધોરણ ૧૨ (ઈંજઈ - વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામ મેળવીને સફળતાનો નવો ઇતિહાસ રચ્યો છે. વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવીને શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.


કર્મકાંડ કરતા નરેશભાઇના પુત્રએ શાળામાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

ધો. ૧૦માં પ્રથમ ક્રમે ખુશાલ નરેશભાઇ રાજયગુ‚એ ૯૯ ટકા સાથે ૫૦૦માંથી ૪૯૫ ગુણ મેળવીને સિઘ્ધી પ્રાપ્ત કરી છે. ખુશાલે ઇંગ્લીશ-૧માં ૯૯,  હિસ્ટ્રીસીવીકમાં ૧૦૦, જયોગ્રાફી ૯૮, કેમેસ્ટ્રી ૧૦૦,  બાયોલોજી ૧૦૦ માર્કસ મેળવ્યા છે,  આ પરિણામ પાછળ સ્કુલ સ્ટાફ તેમજ માતા-પિતા અને મામાનો સહકાર મળ્યો છે. તેમને ભવિષ્યમાં જીઇઇમાં આઇઆઇટીની તૈયારી કરી આગળ વધવાની ઇચ્છા વ્યકત કરી હતી.


આરાઘ્યાને બનવું છે કોમ્પ્યુટર એન્જીનીયર 
શાળામાં ૫૦૦માંથી ૪૭૦ ગુણ સાથે ૯૪ ટકા પ્રાપ્ત કરી બીજો ક્રમ મેળવ્યો છે, આરાઘ્યા અ‚ણભાઇ સીંગે  ઇંગ્લીશ-૨માં ૯૧, હિસ્ટ્રીસીવીકમાં ૯૮,  કેમેસ્ટ્રી ૯૨,  ગણિત ૯૫, બાયોલોજી ૧૦૦,  માર્કસ મેળવ્યા છે, તેમને આઇઆઇટીની તૈયારી કરી જીઇઇમાં કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધી એન્જીનીયર બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. આરાઘ્યા દરરોજ ૭ કલાક વાંચન કરતી તેમજ પરીક્ષા સમયે રાત્રે ૨ થી ૩ વાગ્યા સુધી વાંચન કરી રીઝલ્ટમાં સિઘ્ધી પ્રાપ્ત કરી છે.


રિલાયન્સમાં નોકરી કરતા અ‚ણકુમારના પુત્રને બનવું છે કોમ્પ્યુટર એન્જીનીયર
આરવ અરૂણકુમાર સીંગે ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૫૦૦માંથી ૪૬૧ ગુણ સાથે ૯૨.૩ ટકા મેળવી શાળામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઇંગ્લીશ-૨માં ૮૭, હિન્દીમાં ૯૮, હિસ્ટ્રીસીવીકમાં ૯૬, ગણિત ૯૧, બાયોલોજી ૯૯ અને કોમ્પ્યુટરમાં ૯૬ માર્કસ મેળવ્યા છે, આ પરિણામ પાછળ માતા-પિતા તેમજ શાળાના સ્ટાફનો સપોર્ટ રહયો છે આરવને ભવિષ્યમાં આગળ વધી કોમ્પ્યુટર એન્જીનીયર બનવું છે. 


બ્રાસપાર્ટનાં ધંધાર્થી બીપીનકુમારની પુત્રીએ બોર્ડની પરિક્ષામાં મેળવી સિદ્ધિ
ધો.૧૦માં અભ્યાસ કરતી વ્રીતી બીપીનકુમાર અકબરીએ ધો.૧૦ બોર્ડની પરિક્ષામાં ૫૦૦માંથી ૪૫૩ ગુણ સાથે ૯૦.૬ ટકા મેળવી શાળામાં ચોથા ક્રમાંક સાથે  સિદ્ધિ હાંસલ કરી છે. ઇંગ્લીશ-૧ માં ૮૬, ઇંગ્લીશ-ર ૯૨, હિન્દી-૯૯, હિસ્ટ્રી-૮૯, જયોગ્રાફી- ૮૭, ગણિત-૭૮, ફીઝીકસ-૭૭, કેમેસ્ટ્રી-૮૮, બાયોલોજી-૯૫ તેમજ કોમ્પ્યુટરમાં ૯૦ માર્કસ મેળવ્યા છે. વ્રીતીને નીટની તૈયારી કરી મેડીકલ સાયન્સમાં આગળ વધવુ છે આ પરિણામની પાછળ શિક્ષકો, માતા-પિતા તેમજ તેમના પર જે લોકોએ ભરોસો કર્યો છે અને તેમની મહેનત રંગ લાવી છે.


ત્રીષાને બનવુ છે કોમ્પ્યુટર એન્જીનિયર
ધો.૧૦ બોર્ડની પરિક્ષામાં ત્રીષા દિનેશભાઇ ગામીએ દરરોજ દસ કલાકનું વાંચન કરી, ૫૦૦માંથી ૪૫૭ ગુણ સાથે ૯૧.૩ ટકા મેળવી શાળામાં પાંચમો ક્રમાંક મેળવ્યો છે. ઇંગ્લીશ-૧ ૮૧, ઇંગ્લીશ-ર ૮૬, હીસ્ટ્રી- ૯, હિન્દી-૧૦૦, જયોગ્રાફી-૮૧, ગણિત-૭૭, ફીઝીકસ-૮૦, કેમેસ્ટ્રી-૯૧, બાયોલોજી-૯૫ અને કોમ્પ્યુટરમાં ૯૭ ગુણ મેળવ્યા છે. ત્રીષાને ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સ લઇને એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યકત કરી છે આ પરિણામ પાછળ મમ્મી-પપ્પા, દીદી, તેમજ શાળાનાં શિક્ષકો અને પ્રિન્સીપલની મહેનત રહી છે. 


હાપા યાર્ડમાં ધંધો કરતા ભાવિકભાઇના પુત્રને બનવુ છે એન્જીનિયર
ધો.૧૨ સાયન્સ બોર્ડની પરિક્ષામાં ભવ્ય ભાવિક ગુઢકાએ ૪૦૦માંથી ૩૫૪ ગુણ સાથે ૮૮.૫ ટકા મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઇંગ્લીશ ૮૨, ગણિત-૯૧, ફીઝીકસ ૮૫, અને કોમ્પ્યુટરમાં ૯૬ ગુણ મેળવ્યા છે. તેમના પિતા ભાવિકભાઇ હાપા યાર્ડમાં ધંધો કરે છે, ભવ્ય હાલ આઇઆઇટીની તૈયારી કરી રહ્યો છે તેને ભવિષ્યમાં એન્જીનિયર બનવું છે. આ પરિણામ પાછળ માતા પિતાનો વધુ સપોર્ટ રહ્યો છે તેમજ શાળાના સ્ટાફનો પણ સહકાર મળ્યો છે.


એન્જીનિયરના પુત્રને બનવુ છે ડોકટર
ધો.૧૨ સાયન્સ બોર્ડની પરિક્ષામાં આર્યન ચક્રવર્તીએ ૪૦૦માંથી ૩૦૬ ગુણ સાથે ૭૬ ટકા મેળવ્યા છે. ઇંગ્લીશમાં ૮૦, ગણિતમાં ૮૨, કેમેસ્ટ્રીમાં ૭૦ તેમજ બાયોલોજીમાં ૭૪ ગુણ મેળવ્યા છે. આ પરિણામ પાછળ માતા પિતા તેમજ ખાસ કરીને માસીની મહેનત રંગ લાવી છે આર્યનને ભવિષ્યમાં ડોકટર બનવું છે. 


પરચેઝ મેનેજરનાં પુત્રને બનવું છે ડોકટર
ભવ્ય મિતુલભાઇ નિર્મલ એ ધો. ૧૨ની સાયન્સની બોર્ડની પરિક્ષામાં ૪૦૦માંથી ૩૩૮ ગુણ સાથે ૮૪.૫ ટકા મેળવ્યા છે. તેમના પિતા હાઇટેક કંપનીમા પરચેઝ મેનેજર છે, ભવ્યએ ઇંગ્લીશમાં ૮૩, બાયોલોજી ૯૩, ફીઝીકસમાં ૮૯ અને કેમેસ્ટ્રીમાં ૭૩ ગુણ મેળવ્યા છે  ભવ્યને ભવિષ્યમાં ડોકટર બનવાની ઇચ્છા છે. આ સિદ્ધિમાં ખાસ કરીને ઓનલાઇન એજયુકેટર, માતા પિતા, તેમજ શાળાનાં શિક્ષકોનો સહકાર રહ્યો છે. 


આ ભવ્ય સફળતાના પ્રસંગે શાળાના ટ્રસ્ટી શિવ સાગર શર્મા, ડિરેક્ટર પ્રતિક શર્મા, એજ્યુકેશન ડિરેક્ટર ડો. સોનમ શર્મા તથા પ્રિન્સિપાલ ઉપાસના અવસ્થિએ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. શાળાના મેનેજમેન્ટે જણાવ્યું કે, આ અસાધારણ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સતત મહેનત, શિક્ષકોનું સમર્પિત માર્ગદર્શન તેમજ વાલીઓનો અવિરત સહકાર મુખ્ય કારણ છે. શાળા દ્વારા અપાતું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર મૂકવામાં આવતો ભાર આજે આ શ્રેષ્ઠ પરિણામ સ્વરૂપે સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે. શાળા વ્યવસ્થાપન દ્વારા ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ પરિણામોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application