પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત, ગુજરાતમાં મહિલાઓએ ઝાલમુરીની પાર્ટી કરી

  • May 04, 2026 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી હતી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું હતું.

ભાજપ 190થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ આશરે 120થી વધુ બેઠકો પર પાછળ છે. બે દાયકાથી વધુ સમયથી બંગાળમાં શાસન કરી રહેલી ટીએમસીને સત્તા પરથી હટાવવા ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો. આ વલણો સામે આવતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

નવસારી જિલ્લામાં આશરે 2,000થી વધુ બંગાળી પરિવારના સભ્યો વસવાટ કરે છે. શહેરની જાણીતી ગોલ્ડની સોલાર કંપનીમાં કાર્યરત બંગાળી સમાજના લોકો અને અન્ય કર્મચારીઓએ ભાજપની જીતને અનોખી રીતે વધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં પ્રચાર દરમિયાન જે લોકપ્રિય 'ઝાલમુરી' ડીશનો આસ્વાદ માણી તેને પ્રચલિત કરી હતી, તે જ ઝાલમુરી આજે કર્મચારીઓએ એકબીજાને ખવડાવી મોઢું મીઠું કરાવ્યું.

ગુજરાત વર્ષોથી દેશના અલગ-અલગ રાજ્યોના લોકો માટે કર્મભૂમિ રહ્યું છે, જેને 'મિની ભારત' સમાન ગણવામાં આવે છે. અહીં રહેતા બંગાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, બંગાળમાં પરિવર્તનની લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભાજપના શાસનથી બંગાળમાં નવા યુગની શરૂઆત થશે તેવી આશા સાથે અહીંના શ્રમિકોએ ખુશી વ્યક્ત કરી હતી.


પરિશ્રમથી દરેક પડકારને પાર કરી શકાય છે
પીએમએ સોશિયલ મીડિયા X પર લખ્યું- કૌશલ્ય, પરિશ્રમ અને કરુણા આપણા જીવનની અદ્ભુત શક્તિઓ છે. આના માધ્યમથી આપણે ફક્ત દરેક પડકારને પાર કરી શકીએ છીએ, પરંતુ આ આપણા લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ મદદરૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application