જામનગર જીલ્લાનું ધો. ૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ
વિ. પ્રવાહનું ૮૯.૯૦, સા. પ્રવાહનું ૯૨.૯૯ ટકા જબરજસ્ત પરિણામ: દ્વારકા જિલ્લામાં વિ. પ્રવાહનું ૮૬.૮૮, સા. પ્રવાહનું ૯૫.૨૭ ટકા પરિણામ: વિદ્યાર્થીઓ-વાલીઓમાં હર્ષની હેલી
ગુજરાત માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ૨૦૨૬માં લેવાયેલી ધો. ૧૨ની પરીક્ષાના આજે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લાનું ઝળહળતુ પરિણામ આવતા વિધાર્થીઓ-વાલીઓમાં હરખની હેલી વ્યાપી છે, જામનગર જિલ્લમાં વિ.પ્ર.નું ૮૯.૯૦, સા.પ્ર.નું ૯૨.૯૯ ટકા ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયુ છે જયારે દેવભુમી દ્વારકા જિલ્લામાં વિ.પ્ર.નું ૮૬.૮૮ અને સા.પ્ર.નું ૯૫.૨૭ ટકા પરિણામથી ખુશીની લહેર વ્યાપી ગઇ છે.
શૈક્ષણીક કારકીર્દીમાં અતી મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ રીતે લેવાઇ હતી અને એકંદરે પેપરો સરળ નીકળતા વિધાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો, દરમ્યાન ગત વર્ષની માફક આ વર્ષે પણ બોર્ડ દ્વારા પરિણામો વહેલા જાહેર કરવામાં આવ્યા છે.
આજે ધો. ૧૨ સાયન્સ, કોમર્સ, આર્ટસ અને ગુજકેટના પરિણામો બોર્ડની સાઇટ પર સવારે ૧૦ કલાકે મુકવામાં આવ્યા હતા.
જામનગર જીલ્લામાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૩૧ વિધાર્થી નોંધાયા હતા, એ-૧ ગ્રેડમાં ૨૯, એ-૨માં ૬૬૯, બી-૧માં ૪૩૬, બી-૨માં ૩૮૨, સી-૧માં ૩૦૮, સી-૨માં ૧૮૯ અને ડીમાં ૨૫ મળી કુલ ૮૯.૯૦ ટકા પરિણામ આવ્યુ છે, કેન્દ્રવાઇઝ પરિણામ જોતા જામનગર કેન્દ્રનું ૮૬.૭૭ ટકા, ધ્રોલ કેન્દ્રનું ૯૭.૩૧ ટકા પરિણામ જાહેર કરાયુ છે.
જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં જામનગર જીલ્લામાં ૮૦૨૦ વિધાર્થી નોંધાયા હતા, જેમાં એ-૧માં ૨૪૧, એ-૨માં ૧૧૩૭, બી-૧માં ૧૪૮૬, બી-૨માં ૧૬૩૭, સી-૧માં ૧૬૮૪, સી-૨માં ૧૦૭૪, અને ડીમાં ૧૭૫નો સમાવેશ થાય છે. જીલ્લાનું ૯૨.૯૯ ટકા ઝળહળતું પરિણામ જાહેર થયું છે.
કેન્દ્રવાઇઝ સામાન્ય પ્રવાહના પરિણામમાં જામનગર કેન્દ્રનું ૯૧.૭ ટકા, ધ્રોલ કેન્દ્રનું ૯૬.૪૪ ટકા, કાલાવડનું ૯૬.૦૩, લાલપુર કેન્દ્રનું ૯૪.૫૧, જામજોધપુર કેન્દ્રનું ૯૬.૭૧ પરિણામ આવ્યા છે.
આજે જાહેર થયેલા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં દેવભુમી દ્વારકા જિલ્લામાં ૩૨૨ પરીક્ષાર્થી નોંધાયા હતા, એ-૧માં ૨, એ-૨માં ૨૦, બી-૧માં ૭૭, બી-૨માં ૭૭, સી-૧માં ૬૩, સી-૨માં ૩૬ અને ડીમાં ૩નો સમાવેશ થાય છે. જીલ્લાનું ૮૬.૮૮ ટકા પરિણામ આવ્યુ છે. જેમાં મીઠાપુર કેન્દ્રનું ૮૫.૪૮ ટકા, જામખંભાળીયા કેન્દ્રનું ૮૭.૨૧ ટકા પરિણામનો સમાવેશ થાય છે. દેવભુમી દ્વારકા જીલ્લાના ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ પર નજર કરીએ તો જિલ્લામાં ૩૪૫૭ છાત્ર નોંધાયા હતા એ-૧માં ૫૮, એ-૨માં ૪૩૦, બી-૧માં ૬૭૪, બી-૨માં ૮૧૫, સી-૧માં ૭૪૦, સી-૨માં ૪૬૭ અને ડીમાં ૯૬ મળી કુલ ૯૫.૨૭ ટકા પરિણામ આવ્યુ છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં દ્વારકાના કેન્દ્રવાઇઝ પરિણામ પર નજર કરીએ તો મીઠાપુર કેન્દ્રનું ૮૮.૯૬ ટકા, જામખંભાળીયા કેન્દ્રનું ૯૬.૮૫ ટકા, દ્વારકા કેન્દ્રનું ૯૦ ટકા, ભાટીયા કેન્દ્રનું ૯૬.૩૫ ટકા, ભાણવડ કેન્દ્રનું ૯૭.૨૬ ટકા, અને કલ્યાણપુર કેન્દ્રનું ૯૧.૮૪ ટકા પરિણામ નોંધાયુ છે. બંને જીલ્લામાં આજે જાહેર થયેલા ધો. ૧૨ના અલગ અલગ પ્રવાહના પરિણામો ઝળહળતા આવતા વિધાર્થી, વાલીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે, આજે વેબસાઇટ પર બોર્ડ દ્વારા રિઝલ્ટ મુકવામાં આવ્યુ હતું જેને લઇને પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં જે તે શાળા ખાતેથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.