જૂનાગઢ જિલ્લા પંચાયતમા ભાજપને સ્પષ્ટ્ર બહત્પમતી બાદ નવા પ્રમુખપદને લઈને અનેક અટકળો થઈ રહી છે.ઉભી થયેલી રાજકીય ચર્ચાઓ હવે માત્ર એક હોદ્દાની પસંદગી પૂરતી મર્યાદિત નથી રહી આ નિર્ણય ભાજપના સ્થાનિક સંગઠન, વર્ષેાથી નિ ાપૂર્વક કાર્ય કરનાર કાર્યકરોના આત્મસન્માન અને આવનારી રાજકીય દિશા માટે એક મહત્વપૂર્ણ કસોટી બની ગયો છે.જિલ્લા પંચાયતના નવા પ્રમુખપદની વરણી સંદર્ભે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જિલ્લા પંચાયત પ્રમુખપદ માટે એવા નામો પણ આગળ ધપાવવામાં આવી રહ્યા છે જેઓનો રાજકીય ઉદ્રવ અન્ય પક્ષમાંથી રહ્યો છે અને જેમણે હોદ્દા કે સત્તાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પક્ષપલટો કર્યેા છે પરંતુ ખરા અર્થમાં જો આ વખતે તેઓને સાઈડ લાઈન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ચર્ચામાં છે કે જૂનાગઢ જીલ્લા પંચાયતમા આ વખતે પ્રદેશ ભાજપા પાર્ટીના પાયાનાં પથ્થર અને વડાપ્રધાનની ગુડ બુકમાં એક કર્મનિ કાર્યકર તરીકે છાપ ધરાવતા અને થોડા દિવસો પૂર્વે અવસાન થયેલા સ્વ રત્નાબાપાના પુત્રવધુને પ્રમુખ બનાવી રત્નાબાપાને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરશે તેવી સંભાવના સેવાઈ રહી છે. જૂનાગઢમાં હવે ચર્ચા એ દિશામાં છે કે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પસંદગી કઈ વિચારસરણીથી થશે? શું પક્ષપલટા આધારિત રાજકીય પ્રભાવને પ્રાથમિકતા મળશે? શું તાજેતરના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનના મૂળ ચહેરાઓ અવગણાશે?કે પછી આ વખતે ભાજપ પોતાના પાયાના, નિાવાન અને વર્ષેાથી સમર્પિત પરિવારોને સન્માન આપશે? જૂનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખપદ માટેનો નિર્ણય સંદેશ આપશે કે ભાજપમાં મૂલ્ય કોને મળે છે માત્ર રાજકીય લાભને, કે વર્ષેાની વફાદારીને !.કારણ કે કાર્યકર ખુશ રહેશે તો સંગઠન મજબૂત રહેશે.સંગઠન મજબૂત રહેશે તો ભાજપ મજબૂત રહેશે.અને ભાજપ મજબૂત રહેશે તો આવનારા રાજકીય પડકારોનો સામનો વધુ શકિતથી કરી શકશે. હવે નિર્ણય ભાજપ સંગઠનના હાથમાં છે થોડાક પક્ષપલટુઓને ખુશ કરવા છે કે હજારો કાર્યકરોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવો છે.તે પ્રમુખ પદ જાહેર કર્યા બાદ જ આકલન કરી શકાશે