ખંભાળિયા : ભાણવડ નજીક અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે રહેતા દીપકભાઈ મસરીભાઈ પિપરોતર નામના ૪૦ વર્ષના યુવાન તેમના જી.જે. ૩૭ પી. ૧૨૪૭ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીકના રૂપામોરા ગામ પાસેથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા ફોર વ્હિલર વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, દિપકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના નાનાભાઈ બાબુભાઈ પીપરોતર (ઉ.વ. ૩૮, રહે. જામ રોજીવાડા) ની ફરિયાદ પરથી અજાણ્યા ફોર વ્હિલર વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application