દ્વારકાની ગોમતી નદીમા 7 યુવક-યુવતીઓ ન્હાવા પડ્યા હતા. જોકે બાદમાં સાતેય ડૂબવા લાગ્યા હતા. આથી બૂમાબૂમ અને દોડધામ થતા ફાયર વિભાગની બોટ અને સ્થાનિક લોકોએ એક ઊંટ રેસ્ક્યૂ કરવા માટે દરિયામાં ઉતારાયો હતો. તમામનું રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21 મેના રોજ સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.
દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હોવાથી દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે. ગોમતી નદીમાં ન્હાવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે. આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતાં હોવાની ઘટના બનતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech