જામનગરમાં ૬ મહિલા સહિત ૮ જુગારીની અટકાયત

  • November 24, 2025 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના જડેશ્ર્વર પાર્ક મેઇન ચોક વૃંદાવન-૧માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ૬ મહિલા સહિત ૮ની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.

શહેરના જડેશ્ર્વર પાર્ક વિસ્તાર વૃંદાવન-૧માં કેટલીક મહિલાઓ ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકત આધારે સીટી-એ ડીવીઝને ગઇકાલે દરોડો પાડયો હતો.


​​​​​​​જેમાં તિનપતીનો જુગાર રમતા નંદનવન સોસાયટીના નીતાબા ભરતસિંહ પિંગળ, પટેલ પાર્કના સુનિતાબેન જીતેન્દ્ર નાગપાલ, મોહનનગર આવાસના આશાબેન યોગેશ મેવાડા, નાગરચકલામાં રહેતી પુષ્પાબેન મનિષ ચાવડા, જોલી બંગલા પાસે રહેતી શાંતાબેન પરસોતમ શેઠીયા, મોહનનગર આવાસના મીનાબેન વલીદાસ સોલંકી, અંકીત વલીદાસ સોલંકી અને વૃંદાવન-૧માં રહેતા બલવીરસિંહ દિલીપસિંહ ગોહીલ નામના શખ્સોની અટકાયત કરી રોકડા ૧૨૭૬૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News