જામનગર: સાધના કોલોનીમાં એકી-બેકીનો જુગાર રમતા આઠ ઝપટે ચડયા

  • August 04, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સાધના કોલોનીમાં એકી-બેકીનો જુગાર રમતા આઠ ઝપટે ચડયા

રૂ. ૧૦ હજારની રોકડ ઝબ્બે: ધ્રોલમાં ચાર પત્તાપ્રેમી ગીરફતાર

જામનગરના સાધના કોલોની ગેઇટ નં. ૧ બ્લોક નં. એમ-૫૧ની બાજુમાં જાહેર રોડ પર ચલણી નોટના નંબર પર આંકડાનો જુગાર રમતા આઠ શખ્સોને ૧૦ હજારની રોકડ સાથે પકડી લીધા હતા. જયારે ધ્રોલના ચામુંડા પ્લોટમાં તિનપતીનો જુગાર રમતા ચાર ઝપટમાં આવ્યા હતા.

જામનગરના સાધના કોલોની ગેઇટ નં. ૧ પાસે કેટલાક શખ્સો એકી બેકીનો જુગાર રમે છે એવી હકીકત આધારે સીટી-એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સાધના કોલોની એમ-૫૧માં રહેતા અનિલ સોમા ચાવડા, શંકરટેકરીના મહમદહુશેન અબ્બાસ ખફી, નિલકંઠનગરના સુનિલ ફે‚મલ નાગદેવ, રાજપાર્કના હરેશ ચોથારામ અડવાણી, ગુલાબનગર વાંજાવાસના રહીમ ઉર્ફે નીંઢો ઇબ્રાહીમ ખીરા, કૃષ્ણ કોલોનીના વિમલ રામજી મંગે, ઘાંચી કબ્રસ્તાન પાસે રહેતા ઇબ્રાહીમ ગફાર ખફી અને શંકરટેકરીના ઇકબાલ યુસુફ ખફીને પકડી લીધા હતા. રેઇડ દરમ્યાન ૧૦૭૫૦ની રોકડ મળી આવી હતી.

અન્ય દરોડામાં ધ્રોલના ચામુંડા પ્લોટ શેરીમાં તિનપતીનો જુગાર રમતા જોડીયા નાકા પાસે રહેતા જાવીદ ઉર્ફે આરીફ ફા‚ક મુલ્લા, ફારૂક નુરમામદ મુલ્લા, ચામુંડા પ્લોટના હનીફશા રજાકશા શાહમદાર અને સલીમ અબ્દુલ લાડકને પકડી પાડી રોકડા ૪૪૧૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application