ધોરાજીમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ અને બે મહિલાઓ ઝડપાયા

  • August 25, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા રોડ પર બંસીધર પેકેજીંગ પાસે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) ની ટીમે રેડ પાડી હતી..સફેદ કલરની અર્ટિગા કારમાં (GJ-25-BA-7861) માદક પદાર્થની હેરાફેરી કરતા મકસુદ મોહમદ ગરાણા (રહે. ધોરાજી), હવાબાઇ ઉર્ફે નજમા ગરાણા (રહે. ધોરાજી) અને રૂમાના યુસુફભાઈ ગુદ્દા (રહે. ઉપલેટા) ની  ધરપકડ કરવામાં આવી છે અર્ટિગા કારમાં બેઠેલી મહિલા ના ખોળામાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ૯૬૪ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો..એફ.એસ.એલ. (FSL) ના અધિકારી દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણમાં ગાંજો હોવાની કરાઈ પુષ્ટિ,
પોલીસે રૂ. ૪૮,૨૦૦ ની કિંમતનો ગાંજો, ૨ મોબાઈલ ફોન (એપલ આઈફોન અને રેડમી), આધારકાર્ડ અને ૫ લાખની અર્ટિગા કાર મળી કુલ રૂ. ૫,૯૮,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.. આ ગાંજાનો જથ્થો બોટાદના ગઢડા ખાતે રહેતા સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયા પાસેથી ભાગીદારીમાં વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી .પોલીસે સપ્લાયર સાજીદને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application