કાલાવડ તાલુકામાં આવેલ આંગણવાડી ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • May 27, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દર વર્ષે ૨૮મે ના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ માસિક સ્વચ્છતાને લગતા મુદ્દાઓ પર વાતચીત કરી શકાય અને મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે જાગૃતિ કેળવવાનો છે. માસિક સ્રાવએ સ્ત્રીઓના જીવન સાથે સંકળાયેલી એક કુદરતી પ્રક્રિયા છે. માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ એ માતૃત્વનું સૂચક છે. સ્ત્રીના શરીરમાં દર મહિને થતી આ કુદરતી પ્રક્રિયા સૂચવે છે કે એ માતા બનવા માટે સક્ષમ છે. આ દિવસ માસિક ધર્મ સંબંધી સ્વચ્છતા જાળવવા અને તેને લગતી ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.


જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખરેડીના ડેરી ગામની આંગણવાડી ખાતે આરોગ્ય ટીમના એમ.પી.ડબલ્યુ પીયુષભાઈ વાઘેલા, એફ.એચ.ડબલ્યુ અંજુબેન નિસરતા, ગામના આશા કાર્યકર હંસાબેન પરમાર અને આંગણવાડી વર્કર રેખાબેન દ્વારા વિસ્તારની ૨૮ જેટલી કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે અંતર્ગત માસિક સ્વચ્છતા, સેનેટરી પેડ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

​​​​​​​તેમજ આંગણવાડી ખાતે ઉપલબ્ધ પૂર્ણાશક્તિના પેકેટ વિષે માહિતી, આયર્ન ગોળી અને એનીમિયા વિષે સમજાવામાં આવ્યું હતું. ત્યારબાદ છોકરીઓનો વજન, ઉંચાઈ, અને હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. ઓછુ હિમોગ્લોબીન ધરાવતી ૨ કિશોરીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડી રીફર કરવામાં આવી હતી તેમજ બીજી કિશોરીઓને આયર્નની ગોળીનું મહત્વ તેમજ પોષણ યુક્ત આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News