દ્વારકા એલસીબીનો દરોડો : આરોપી ફરાર
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ દેવભુમી દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દારુનો ધંધો કરતા ઇસમો પર રેઇડ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરતા, એલસીબી પીઆઇ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી તથા એસ.એસ. ચૌહાણ તથા સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એએસઆઇ અજીતભાઇ બારોટ, અરજણભાઇ મારુ તથા હેડ કોન્સ. ડાડુભાઇ જોગલને સંયુકત બાતમી મળેલ કે, મહેકભા મુળુભા કેર રહે. આરંભડા સીમ વિસ્તાર, જીઆઇડીસી, બરફના કારખાના પાસે, દ્વારકાવાળો દારુનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે, એવી બાતમીના આધારે દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની ૧૯૨ બોટલ કિ. ૭૬૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech