ગુજરાતમાં કોરોનાએ રિ એન્ટ્રી મારી છે.રાજ્યમાં જાન્યુઆરીથી મે સુધીમાં કોરોનાના કુલ 21 કેસ નોંધાયા છે, જેમાંથી હાલ 15 કેસ એક્ટિવ છે.ચાઇના, સિંગાપોર અને થાઇલેન્ડમાં કેસ નોંધાતા વિશ્વસ્તરે ચિંતાની લહેર જોવા મળી છે.
રાજ્યમાં અત્યાર સુધી એક પણ મોત નોંધાયું નથી
આ અંગે એડીશનલ ડીરેકટર હેલ્થ ડો. નીલમ પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ગુજરાતમાં અત્યારસુધી અમદાવાદ શહેરમાં 13, અમદાવાદ ગ્રામ્યમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. ડૉ. નીલમ પટેલે જણાવ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓને સ્થાનિક સ્તરે ઘેર જ આઈશોલેટ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ મોત નોંધાયું નથી.
હાલ ટેસ્ટિંગની પ્રક્રિયા નિયમિત ચાલુ છે
હાલ ટેસ્ટિંગની પ્રક્રિયા નિયમિત ચાલુ છે અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહી છે. “વિદેશથી ફરીને આવેલા લોકોમાં તાવ, ગળામાં દાહ કે શ્વાસને લગતી તકલીફ જણાય તો તરત પોતે આઈસોલેશનમાં જઈ જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ,” તેમ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે.
હાલ તીવ્ર લક્ષણો જોવા મળતા નથી
કોઈ નવી ગાઇડલાઈન હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ દરરોજના પરિસ્થિતિના આકલનના આધારે જરૂર પડશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. “અગાઉના ઓમિક્રોન વાયરસના સબ વેરિએન્ટ્સના રૂપમાં હાલના કેસો સામે આવી રહ્યાં છે, તેથી હાલ તીવ્ર લક્ષણો જોવા મળતા નથી. તબિયત નરમ લાગે તો પ્રવાહી પદાર્થ વધુ લેવાં અને આરામ કરવો જોઈએ.
આપતકાલીન તૈયારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક છે
રાજ્ય સરકારે હોસ્પિટલ સ્તરે પણ આગોતરા તૈયારી કરી છે. આઇસોલેશન માટેની સુવિધા હોસ્પિટલમાં માં ઉપલબ્ધ રાખવામાં આવી છે અને જો સ્થિતિમાં બદલાવ આવે તો તાત્કાલિક વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. આપતકાલીન તૈયારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને લોકોને અફવા ન ફેલાવાની અને સરકારી માહિતી પર જ આધાર રાખવાની અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech