નીલમબાગ અને ઘોઘારોડ પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુનાનો આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

  • May 23, 2025 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નીલમબાગ અને ઘોઘારોડ પોલીસ મથકમાં ચોરીનાં અલગ-અલગ બે ગુન્હામાં છેલ્લા ૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.
 ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર શહેરના ઘોઘારોડ તેમજ  નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા  ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી વિરાજ ઇન્દ્રકર ઉર્ફે દિપક રહે.કુબેરનગર, સારાનગર, અમદાવાદ  હાલ ભાવનગર શહેર, આડોડીયાવાસમાં સોનલમાંના મંદીરે જાહેરમાં ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં  નાસતાં-ફરતાં આરોપી વિરાજ ઇન્દ્રકર ઉર્ફે દિપકભાઇ ધીરૂભાઇ બજરંગે (ઉ.વ.૫૧ ધંધો.મજુરી રહે.કુબેરનગર, સારાનગર, ફ્રી કોલોની, ન્યુ સરદારગ્રામ રેલ્વે સ્ટેશનની બાજુમાં, અમદાવાદ)ને ઝડપી લીધો હતો.ઝડપાયેલા  આરોપી સામે  
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસના  ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦ ૬૨૨૨૨૯૧/૨૦૨૨ ઈં.ઙ.ઈ. કલમ.૩૭૯, મુજબ અને   નિલમબાગ પોલીસના  ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૭૬૩/૨૦૨૨ ઈં.ઙ.ઈ. કલમ.૩૭૯, મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, ચંન્દ્રસિંહ વાળા, અલ્ફાઝ વોરા, મહેશભાઇ કુવાડીયા અને  પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application